તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં કોરોનાના આજે વધુ 43 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ કેસનો કુલ આંક 24,189 ઉપર પહોંચી ગયો છે અને મૃત્યુઆંક 241 થયો છે. વડોદરા શહેર જિલ્લામાં આજે વધુ 53 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 23,360 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 588 એક્ટિવ કેસ પૈકી 62 દર્દી ઓક્સિજન ઉપર અને 26 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 500 દર્દીની હાલત સ્થિર છે.
વડોદરા રૂરલમાં સૌથી વધુ 7485 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 24,189 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 3592 પશ્ચિમ ઝોનમાં 3956, ઉત્તર ઝોનમાં 4725, દક્ષિણ ઝોનમાં 4395, વડોદરા ગ્રામ્યમાં 7485 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.
આ વિસ્તારમાં કોરોનાના નવા કેસો નોંધાયા
શહેરઃ શિયાબાગ, એકતાનગર, મકરપુરા, ગોત્રી, જેતલપુર, ફતેપુરા, કિશનાડી, વડસર, બાપોદ, સમા, માણેજા
ગ્રામ્યઃ કેલનપુર, ડભોઇ, વાઘોડિયા, કોયલી, શિનોર, પાદરા
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.