તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વડોદરા LIVE:આજે વધુ 44 પોઝિટિવ, વધુ 50 દર્દી ડિસ્ચાર્જ કુલ કેસઃ23,978, મૃત્યુઆંક 241, કુલ 23,135 દર્દી રિકવર થયા

વડોદરા17 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • વડોદરામાં હાલ 608 એક્ટિવ કેસ પૈકી 54 દર્દી ઓક્સિજન અને 21 દર્દી વેન્ટિલેટર ઉપર છે

મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં કોરોનાના આજે વધુ 44 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ પોઝિટિવ કેસનો કુલ આંક 23,978 ઉપર પહોંચી ગયો છે અને મૃત્યુઆંક 241 થયો છે. વડોદરા શહેર જિલ્લામાં આજે વધુ 50 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 23,135 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 602 એક્ટિવ કેસ પૈકી 57 દર્દી ઓક્સિજન ઉપર અને 20 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 525 દર્દીની હાલત સ્થિર છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 7434 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 23,978 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 3562 પશ્ચિમ ઝોનમાં 3910, ઉત્તર ઝોનમાં 4683, દક્ષિણ ઝોનમાં 4353, વડોદરા ગ્રામ્યમાં 7434 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

આ વિસ્તારમાં કોરોનાના નવા કેસો નોંધાયા
શહેરઃ અકોટા, નવાયાર્ડ, તરસાલી, પાણીગેટ, દિવાળીપુરા, નવાપુરા, કિશનવાડી, વડસર, વારસીયા, સવાદ
ગ્રામ્યઃ જરોદ, સાવલી, ડભોઇ, પાદરા, ધાવટ, કરજણ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો