તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વડોદરા LIVE:આજે વધુ 47 પોઝિટિવ, વધુ 44 દર્દી ડિસ્ચાર્જ કુલ કેસઃ23,757, મૃત્યુઆંક 241, કુલ 22,906 દર્દી રિકવર થયા

વડોદરા25 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • વડોદરામાં છેલ્લા 24 કલાકમાં લેવાયેલા 2210 સેમ્પલ પૈકી 47 પોઝિટિવ અને 2163 નેગેટિવ આવ્યા

મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં કોરોનાના આજે વધુ 47 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ પોઝિટિવ કેસનો કુલ આંક 23,757 ઉપર પહોંચી ગયો છે અને મૃત્યુઆંક 241 થયો છે. વડોદરા શહેર જિલ્લામાં આજે વધુ 44 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 22,906 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 610 એક્ટિવ કેસ પૈકી 66 દર્દી ઓક્સિજન ઉપર અને 27 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 517 દર્દીની હાલત સ્થિર છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 7382 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 23,757 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 3528 પશ્ચિમ ઝોનમાં 3867, ઉત્તર ઝોનમાં 4639, દક્ષિણ ઝોનમાં 4305, વડોદરા ગ્રામ્યમાં 7382 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

આ વિસ્તારમાં કોરોનાના નવા કેસો નોંધાયા
શહેરઃ કારેલીબાગ, નવાપુરા, કપુરાઇ, ગાજરાવાડી, માંજલપુર, પાણીગેટ, દિવાળીપુરા, ફતેપુરા, નવીધરતી, તાંદલજા
ગ્રામ્યઃ પોર, કરજણ, ડભોઇ, વાઘોડિયા, પાદરા, શિનોર, સાવલી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો