સંભાવના:કાલે BCA એપેક્ષની બેઠક વિવિધ મુદ્દે તોફાની બનશે

વડોદરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વોટમોરના કાર્યકાળને રિન્યુ કરવા અંગે ચર્ચા થશે
  • દરેકના​​​​​​​ કામની સમીક્ષા કરવા પત્ર લખાયો હતો

બીસીએના કોચ ડેવ વોટમોરના કાર્યકાળને રિન્યુ કરવો કે નહીં અને ઓમાને મોકલેલા આમંત્રણ બાદ ટીમને મોકલવી કે નહીં અને ટેબલ એજન્ડાના મુદ્દે સોમવારે મળનારી બીસીએની એપેક્ષ કમિટીની બેઠક તોફાની બને તેવી સંભાવના છે.

સૂત્રોએ જણાવ્યું કે, સોમવારની એપેક્ષ બેઠક માટે વિવિધ મુદ્દાના એજન્ડા મૂકાયા છે. જેમાં ડેવ વોટમોરના કાર્યકાળને રિન્યુ કરવો કે નહીં, ઓમાનના આમંત્રણ બાદ ટીમને મોકલવી કે નહીં, વિવિધ ટીમ અને ખેલાડી માટે પ્રાઈઝ, મુનાફ પટેલના નેજા હેઠળ બોલિંગ કેમ્પ, બીસીએની ઓફિસ પર સોલાર રૂફ ટોપ, કોટંબીમાં લાઈટ સિસ્ટમ માટે વીમો અને બીસીએ માટે 2 કાર ખરીદવા સહિતના મુદ્દે ચર્ચા થશે.

તાજેતરમાં બીસીએના સેક્રેટરી અને એપેક્ષ કમિટીના સભ્યોએ પાઠવેલા ઇ-મેલ અને પત્રને પગલે બેઠકમાં ચર્ચા થવાની સંભાવના છે. એપેક્ષ સભ્ય કમલ પંડ્યાએ હોદેદારોને પત્ર લખી સીઈઆે સહિતના પગારદારોના કામની સમીક્ષાની માગ કરી હતી. ક્યુરેટર સામે ખાનગી કામ કરવાનો અને એક અધિકારી સામે કટકીનો આરોપ છે. 8 મેચ શિફ્ટ કરવી પડી તેવા વિવાદો ટેબલ એજન્ડામાં લેવાય તેવી શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...