258મો વરઘોડો:કાલે નરસિંહજીનો વરઘોડો પોળમાં ફરી નાકે ગયા બાદ ટેમ્પોમાં નીકળશે

વડોદરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગત વર્ષે મંદિરથી જ ભગવાનને મિનિ બસમાં લઇ જવાયા હતા
  • સંયમ : માત્ર 25 જેટલા ભકતો જોડાશે, સાદગી : ચાલ્લા વિધિ નહીં થાય, પરંપરા: નિશાન ડંકા, ભજન મંડળી જોડાશે

શહેરના એમજી રોડ પર સ્થિત નરસિંહજીની પોળમાં બિરાજમાન નરસિંહજી ભગવાનનો 19 નવેમ્બર દેવદિવાળીના દિવસે સંયમ,સાદગી અને પરંપરા જાળવી ધામધૂમથી 258મો વરઘોડો નિકળશે. ભગવાનનને પરંપરાગત ચાંદીની પાલખીમાં જ બિરાજમાન કરી ફુલોથી શણગારેલી આઈશર ટેમ્પામાં તુલસીવાડી ખાતે લઈ જવાશે.જ્યાં 20 થી 25 ભક્તોની હાજરીમાં તુલસી વિવાહ યોજીને રાતે 12 વાગ્યા પહેલા ભગવાન નિજ મંદિરે પરત ફરશે. મંદિર પરીવાર તરફથી કોરોના ગાઈડલાઈનનું પાલન કરીને પરંપરા જાળવી વરઘોડો કાઢવામાં આવશે.

ભગવાનના વરઘોડાને લઈને નરસિંહજીની પોળને શણગારી દેવામાં આવી છે. મંદિરનું રંગરોગાણ કરવામાં આવ્યું છે.ઉપરાંત મંદિર તેમજ પોળના ઘરો પર પણ દિવા તેમજ રોશની કરવામાં આવી છે. ઘરે ઘરે ભક્તો ભગવાનના વરઘોડાને લઈને નવા વસ્ત્રો,પ્રસાદ તેમજ અન્ય તૈયારીઓમાં વ્યસ્ત બન્યાં છે. દેવદેવાળીના દિવસે સવારથી જ ભક્તો નરસિંહજી ભગવાનના દર્શન કરવા મંદિર ખાતે પહોચી જતા હોય છે. જયાં ચાંલ્લા વિધી તેમજ ચરણસ્પર્શ કરી ભક્તો ધન્યતા અનુભવતા હોય છે.પરંતું ચાલુ વર્ષે કોરોના ગાઈડલાઈનના પગલે ચાંલ્લા વિધી તેમજ ચરણ સ્પર્શ ભક્તો કરી શકશે નહી. આ વિધી મંદિર પરિવાર દ્વારા કરવામાં આવશે.

ભક્તો સવારે 8 થી બપોરના 2 વાગ્યા દરમિયાન ભગવાન નરસિંહજી, શ્રી પદ્મનાભજી અને શ્રીબાળકૃષ્ણલાલજીના દર્શન કરી શકશે. શુક્રવારે સાંજે 5 વાગે ભગવાનને પરંપરાગત ચાંદીની પાલખીમાં બિરાજમાન કરીને વરઘોડાની શુભ શરૂઆત કરવામાં આવશે. મંદિર સાથે જોડાયેલા ભક્તોના જણાવ્યા અનુસાર, કોરોના ગાઈડલાઈનને અનુસરીને મંદિર પરીવાર વરઘોડાની તમામ પરંપરાઓ જાળવશે.જેમાં પાલખીને દરબાર બેંડના ખાંચા સુધી ચાલતા લઈ જવાશે.

દરબાર બેંડના ખાચા થી પાલખીને આઈશરમાં મુકીને તુલસીવાડી લઈ જવાશે. જોકે દરબાર બેંડના ખાંચા સુધી તમામ ભક્તો પાલખી સાથે રહેશે. જેમાં હનુમાનજી પણ જોડાશે. વરઘોડામાં ફટાકડા તેમજ આતશબાજી પણ કરવામાં આવશે.નરસિંહજીની પોળમાં રહેતા તમામ રહિશો પણ દરબાર બેંડના ખાંચા સુધી પાલખી સાથે જોડાશે.

2-3 ઘર ભેગા મળી પધરામણી કરાવશે
દરબાર બેંડના ખાંચા સુધી પહોચ્યા બાદ આઈશરમાં પાલખીને બિરાજમાન કરવામાં આવશે.જ્યાંથી ટેમ્પાની આગળ બંસી બેન્ડ,કિર્તનીયાજી,નિશાન ડંકા તેમજ 20 થી 25 મંદિરના સેવકો સાથે રહેશે. તુલસીવાડી ખાતે ભગવાન આશરે રાતે 8:30 વાગે પહોચશે.જ્યાં તુલસી વિવાહ યોજાયા બાદ ભગવાન રાતે 12 વાગ્યા પહેલા નિજ મંદિરે પરત પધારશે. ઉલ્લેખનિય છે કે, દર વર્ષે ભગવાન તુલસીજી સાથે પરણીને નરસિંહજીની પોળમાં પધારે ત્યારે ઘરે ઘરે તેમની પધરામણી કરવામાં આવતી હોય છે.ચાલુ વર્ષે બે થી ત્રણ ઘર ભેગા મળીને ભગવાનની પધરામણી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...