કસોટી:આવતી કાલે શહેરનાં 33 કેન્દ્ર પર 6500 વિદ્યાર્થીઓ ગુજકેટ આપશે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એનસીઆરટીના પાઠ્યપુસ્તકોના આધારે પરીક્ષા લેવાશે
  • પરીક્ષાને પગલે 5 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર 1 દિવસ બંધ રહેશે

18 એપ્રિલ ને સોમવારે ગુજકેટ યોજાશે. શહેરમાં 33 કેન્દ્રો પર 6500 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. 5 જેટલા મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો પરીક્ષા હોવાના પગલે એક દિવસ બંધ રહેશે.રાજ્યની એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશ માટે ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે યોજાતી ગુજકેટ શહેરનાં 33 કેન્દ્રો પર યોજવામાં આવશે. અંદાજિત 6500 જેટલા વિદ્યાર્થીઓ ગુજકેટ આપશે. જોકે 5 જેટલાં કેન્દ્રો એવાં છે કે જ્યાં મધ્યસ્થ મૂલ્યાંકનની કામગીરી ચાલે છે, જેથી આ કેન્દ્ર પર એક દિવસ માટે ઉત્તરવહી ચકાસણીની કામગીરી કરવામાં આવશે નહિ.

રાજ્યમાં ડિગ્રી એન્જિનિયરિંગ, ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે વિજ્ઞાન પ્રવાહના ગ્રૂપ એ, ગ્રૂપ બી અને ગ્રૂપ એબીના વિદ્યાર્થીની ગુજકેટ 18 એપ્રિલે 10થી 4 વાગ્યા દરમિયાન યોજાશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની શાળાઓના ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન તેમજ ગણિત વિષયોમાં એનસીઆરટીના પાઠ્યપુસ્તકનો અમલ કરાયો છે.

એનસીઆરટીના પુસ્તકોના આધારે જ ગુજકેટ લેવાશે. જેમાં ભૌતિક શાસ્ત્ર અને રસાયણ વિજ્ઞાનનું સંયુક્ત પ્રશ્નપત્ર રહેશે એટલે કે 40 પ્રશ્નો ભૌતિક શાસ્ત્રના અને 40 પ્રશ્નો રસાયણશાસ્ત્રના એમ કુલ 80 ગુણ અને 120 મિનિટનો સમય અપાશે. જીવ વિજ્ઞાન અને ગણિતનું પ્રશ્નપત્ર અલગ અલગ રહેશે. આ બંને પેપરમાં 40 પ્રશ્નો 40 ગુણના પૂછવામાં આવશે અને 60 મિનિટનો સમય વિદ્યાર્થીને આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...