ભાસ્કર વિશેષ:આજનું વડોદરા, ઐતિહાસિક વડપદ્રક નગર કોઠી કચેરી વિસ્તારની આસપાસ 7 મીટર ઊંડાણમાં વસવાટ કરતું હતું

વડોદરા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • भाભાસ્કર વિશેષ | ઉલ્કાના ટુકડા, 500થી વધુ કીમતી પથ્થરોનું સુભાનપુરાના કમ્યૂનિટી સેન્ટરમાં પ્રદર્શન

વડોદરા હાલમાં જે સ્થળેથી વિકસ્યું છે તે વડપદ્રક નગર આજથી 100 વર્ષ અગાઉ હાલના કોઠી વિસ્તારની આસપાસ ધમધમતું હતું. આ નગર હાલના કોઠી વિસ્તાર કરતા 7 મીટરની ઊંડાઇએ હતું. તજજ્ઞો જણાવ્યા પ્રમાણે કોઠી પરિસરના કુબેરભવનની પાછળના ભાગે સાત મીટર ઊંડાઇ છે.

આ ઊંડાઇ બતાવે છે કે, મૂળ વડોદરા એટલે કે, વડપદ્રક હાલના આ સ્થળ કરતા લગભગ 20 ફૂટ ઊંડાઇએ હતું. આ વોકમાં 146 વર્ષ જૂની અને વડોદરાની પ્રથમ જયસિંહરાવ લાઇબ્રેરી પણ ખોલવામાં આવી હતી અને તેને અંદરના ભાગેથી નિહાળી હતી. આ વર્ષે કોઠી કચેરીના બાંધકામને 100 વર્ષ પૂરા થાય છે. 1922માં સ્કોટલેન્ડના બાલમોરા કેસલમાં ટૂંકુ રોકાણ કરીને સયાજીરાવ ત્રીજાએ પરત ફર્યા બાદ તે કિલ્લા જેવી જ વહીવટી ઇમારત બાંધવાની ઇચ્છા જાહેર કરી હતી. આ વિસ્તાર વડોદરાની સૌથી વધુ ઊંચાઇએ હોવાથી કચેરીઓ બાંધવામાં આવી હતી. કમ્યૂનિટી સાયન્સ સેન્ટર ખાતે યોજાયેલા એક અર્ધ કિંમતી પથ્થરોના પ્રદર્શનમાં ઉલ્કાના ટુકડા ઉપરાંત 500થી વધુ કિંમતી પથ્થરોને મુલાકાતીઓને નિહાળવા મૂક્યા છે. આ પ્રદર્શન મૂળે વડોદરામાં જન્મેલા અને વર્ષોથી મુંબઇમાં સ્થાયી થયેલા જયંત જડિયા હેરિટેજ વીકની ઉજવણી અંતર્ગત વડોદરાવાસીઓ માટે લાવ્યાં છે. જેમાં ઉલ્કાના ટુકડા ઉપરાંત 500થી વધુ કિંમતી પથ્થરો મૂકવામાં આવ્યાં છે.

ક્રોકવોચમાં લોકોએ મગર જોયા-જાણ્યા
યવતેશ્વર ઘાટ ખાતે રવિવારે ક્રોકવોચ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમાં 125થી વધુ લોકો ઉમટી પડ્યાં હતા. સિદ્ધાર્થ અમીને મુલાકાતીઓને મગરની કેટલીક વિશેષતાઓ વિશે માહિતીગાર કર્યાં હતા. લોકોને મગરદર્શનની પણ તક સાંપડી હતી.

સોમવારના વિવિધ કાર્યક્રમો
}સાંજે 4.00 કલાકે : હોમિયોપથી આર્કાઇવ્ઝ વિશે વ્યાખ્યાન, કમ્યૂનિટી સાયન્સ સેન્ટર, સુભાનપુરા.
} સાંજે 5.00 કલાકે : સાઇકોલોજિકલ જેસ્ચર્સ વિશે વ્યાખ્યાન, સુભાનપુરા
} સવારે 11.00 કલાકે : ધ કોઇન સ્ટોરી વિશે યુઝિયમની ટુઅર, આજવા રોડ,.
સવારે 10.00 કલાકે : જૂના સિક્કાઓ, હસ્તપ્રતોનું પ્રદર્શન, રૂબરૂ, સંત કબીર સર્કલ પાસે, વાસણા રોડ.

અન્ય સમાચારો પણ છે...