તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કપરી સ્થિતિ:આજવાની સપાટી ગત વર્ષ કરતાં 1 ફૂટ ઓછી : 15મી જૂન સુધીમાં 209 ફૂટ નહીં થાય તો નર્મદાનું પાણી ખરીદવું પડશે

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
આજવાની સપાટી 208.15 ફૂટે પહોંચતા પાલિકાએ હવે નર્મદાના નીર પર આધાર રાખવો પડશે.  - Divya Bhaskar
આજવાની સપાટી 208.15 ફૂટે પહોંચતા પાલિકાએ હવે નર્મદાના નીર પર આધાર રાખવો પડશે. 
  • પૂર્વ અને દક્ષિણ વિસ્તારને પીવાનું પાણી પૂરું પાડતા આજવા સરોવરની હાલત નર્મદા નિર્ભર
  • આજવા સરોવરમાંથી રોજેરોજ 150 MLD પાણી લેવાય છે

શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારને પીવાનું પાણી પૂરું પાડતાં એક સદી જુના આજવા જળાશયની સપાટી ગત વર્ષ કરતા એક ફૂટ નીચે જતા હવે 15 જૂન સુધીમાં લેવલ સરખું નહીં થાય તો નર્મદા નહેરમાંથી પાલિકાએ પાણી ખરીદવું પડે તેવી સ્થિતિ ઊભી થશે. વડોદરાની એક લાખની તત્કાલીન વસ્તી માટે આજવા જળાશય બનાવાયું હતું અને આજે 6 લાખની વસ્તીને આ જળાશય પાણી પૂરું પાડી રહ્યું છે.

નિમેટા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના ઓ એન્ડ એમના તત્કાલીન કોન્ટ્રાક્ટર પૂજા કન્સ્ટ્રક્શનની બેદરકારી સપાટી પર આવતાં તત્કાલીન મ્યુ. કમિશનર અજય ભાદુ એ આ એજન્સીને હાંકી કાઢી પાણી પુરવઠાના તત્કાલીન વડા અધિકારી અલ્પેશ મજમુદાર સહિત 3 એન્જીનિયરને ઘર ભેગા કરી દેવાયાં હતા પણ આ 3ની ફરીથી ઘર વાપસી થઈ ગઈ છે.પાલિકાની ચૂંટણી પૂર્વે શહેરમાં પીવાના પાણીના પ્રેશરની ફરિયાદો શરૂ થતાં ચૂંટણી પૂરતો આ પ્રશ્ન ઉકેલાઈ ગયો હતો.

આજવામાંથી રોજ 150 એમ એલ ડી એટલે કે 15.50 કરોડ લીટર પાણીનો ઉપાડ કરાય છે. 1 જુનથી સરકારી ચોપડે ચોમાસાનો સત્તાવાર પ્રારંભ થશે, 15 ઓગષ્ટ સુધી આજવા 212 ફૂટ સુધી ભરી શકાશે. પરંતુ હાલમાં આજવા જળાશયની સપાટી 208.15 ફૂટ પર પહોંચી છે કે જે ગત વર્ષ કરતા એક ફૂટ ઓછી છે. 15 જૂન સુધીમાં જો આજવા જળાશયની સપાટી 209 સુધી નહીં પહોંચે તો નર્મદા નિગમ પાસેથી પાણીની માંગ કરવી પડે તેવી કપરી સ્થિતિ ઊભી થઈ શકે છે.

ચોમાસું સમયસર શરૂ થશે તો વાંધો નહીં આવે
હાલમાં આજવા જળાશયોની સપાટી 208.15 ફૂટ પર છે અને ચોમાસા આડે હજી દોઢ મહિનો બાકી છે.આ સંજોગોમાં, જો ચોમાસુ સમયસર શરૂ થઈ જશે તો કોઈ જાતનો વાંધો નહીં આવે બાકી તો નર્મદા નિગમ પાસેથી પાણી લેવા માટે પત્ર વ્યવહાર કરવો પડશે.” - અમૃત મકવાણા, એડી.સિટી એન્જિનિયર (પા.પુ),પાલિકા

અન્ય સમાચારો પણ છે...