સમય સચવાયો:વડોદરાના ધોરણ 12 સાયન્સના 6535 વિદ્યાર્થીનું આજે પરિણામ

વડોદરા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 33 દિવસમાં જ પરિણામ તૈયાર કરાયું

ગત માર્ચ મહિનામાં લેવામાં આવેલી ધોરણ-12 સાયન્સની પરીક્ષાનું ગરૂવાર 12 તારીખે સવારે બોર્ડની વેબસાઇટ પર પરિણામ જાહેર કરવામાં આવશે. ધોરણ 12 સાયન્સનું પરિણામ માત્ર 33 દિવસમાં તૈયાર કરાયું છે. વડોદરા શહેર-જિલ્લામાં ધોરણ 12 સાયન્સના 6535 જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા હતા. ધોરણ 12 સાયન્સની સાથે ગુજકેટનું પરિણામ પણ જાહેર કરાશે.

કોરોના મહામારીના પગલે છેલ્લા બે વર્ષથી સત્ર મોડું શરૂ થઇ રહ્યું છે અને શૈક્ષણિક કેલેન્ડર ખોરવાઇ જાય છે. તેવા સંજોગોમાં 2022-23માં ધોરણ 12 પછી યુનિવર્સિટી-કોલેજનું સત્ર સમયસર શરૂ થઇ શકે તે માટે પરિણામો વહેલા જાહેર કરાય છે.

ધોરણ 12 માં એ - 1 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થી ભાસ્કર કાર્યાલયનો સંપર્ક કરે
ધોરણ 12 સાયન્સમાં જે વિદ્યાર્થીઓને એ-1 ગ્રેડ પ્રાપ્ત થઇ હોય તેવા વિદ્યાર્થીઓ દિવ્ય ભાસ્કર કાર્યાલય, એ-49, આર્યન એવન્યૂ, અમિતનગર પાસે, કારેલીબાગ વડોદરા ખાતે બપોરે 12 વાગ્યે રૂબરૂ માર્કશીટ (પાછળ મોબાઇલ નંબર લખવો), પાસપોર્ટ ફોટો સાથે સંપર્ક કરે.

અન્ય સમાચારો પણ છે...