હવામાન:આજે ગરમીનો પારો 42 ડિગ્રી નોંધાવાની શક્યતા

વડોદરા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પવનોની દિશા દક્ષિણ-પશ્ચિમની થતાં અરબ સાગર પરથી ભેજયુક્ત પવનો શહેર તરફ ફૂંકાઈ રહ્યા છે. બુધવારની મોડી રાતથી ગુરુવાર સુધી આ ભેજયુક્ત પવનોની મહત્તમ ઝડપ 21 કિમી નોંધાઈ હતી. જેના કારણે ગુરુવારે ગરમીનો પારો 1 ડિગ્રી ઘટીને 41 ડિગ્રી નોંધાયો હતો. ગુરુવારે મહત્તમ તાપમાન 41 ડિગ્રી અને લઘુતમ તાપમાન 28.8 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે ભેજનું પ્રમાણ 63 ટકા રહ્યું હતું. શુક્રવારે પારો 42 ડિગ્રી સુધી રહેવાની સંભાવના છે. 

અન્ય સમાચારો પણ છે...