તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના વડોદરા LIVE:આજે વધુ 967 પોઝિટિવ, વધુ 12 મોત સાથે મૃત્યુઆંક સત્તાવાર મૃત્યુઆંક 470, કુલ કેસઃ52,446 થયો

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વડોદરામાં છેલ્લા 24 કલાકમાં લેવાયેલા 10.072 સેમ્પલ પૈકી 967 પોઝિટિવ અને 9105 નેગેટિવ આવ્યા

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં આજે વધુ 967 કેસ સાથે પોઝિટિવ કેસનો કુલ આંક 52,446 ઉપર પહોંચી ગયો છે. કોરોનાથી વધુ 12 મોત સાથે વડોદરા શહેર અને જિલ્લામાં મૃત્યુઆંક 470 પર પહોંચ્યો છે. આજે વધુ 534 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. આમ અત્યાર સુધીમાં કુલ 42,010 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 9966 એક્ટિવ કેસ પૈકી 571 દર્દી ઓક્સિજન ઉપર અને 358 દર્દી વેન્ટિલેટર પર છે.

નર્મદા વિકાસ રાજ્ય મંત્રી સતત ત્રણ દિવસથી ગામડા ખૂંદી રહ્યા છે
મારું ગામ કોરોના મુક્ત ગામ અભિયાન હેઠળ નર્મદા વિકાસ રાજ્ય મંત્રી યોગેશભાઈ પટેલે આજે વડોદરા જિલ્લાના ઇટોલા, પાદરા અને મુજપુરમાં સામુહિક કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી અને ઉમરાયા ગામમાં સુવિધા સભર કોવિડ કેર સેન્ટરને ખુલ્લું મૂક્યું હતું. તેઓએ સામૂહિક કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓને મળતી સુવિધાઓ, દવા તેમજ આરોગ્ય સેવાઓનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. પાદરા સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત દરમિયાન સ્વસ્છતાનો મુદ્દો ધ્યાને આવતા સમગ્ર કમ્પાઉન્ડની તાત્કાલિક સફાઈ હાથ ધરવા સંબધિત અધિકારીઓને સૂચનાઓ આપી છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 18,351 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 52,446 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 7506, પશ્ચિમ ઝોનમાં 8702, ઉત્તર ઝોનમાં 9110, દક્ષિણ ઝોનમાં 8741 વડોદરા ગ્રામ્યમાં 18,351 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

આ વિસ્તારમાં કોરોનાના નવા કેસો નોંધાયા
શહેરઃ
નિઝામપુરા, માંજલપુર, સમા, પાણીગેટ, કિશનવાડી, ફતેગંજ, સુભાનપુરા, વાઘોડિયા રોડ, ગોત્રી, અલકાપુરી, ગોકુલનગર, મકરપુરા, ન્યૂ વીઆઇપી રોડ, માણેજા, સોમા તળાવ, વડસર, ગોરવા, હરણી, વાઘોડિયા રોડ, તાંદલજા, વાસણા રોડ, જેતલપુર, કારેલીબાગ, અકોટા, એકતાનગર, વારસીયા, ઇલોરાપાર્ક, શિયાબાગ, નાગરવાડા, ફતેપુરા, અટલાદરા, તરસાલી, આજવા રોડ

ગ્રામ્યઃ સાવલી, પાદરા, કરજણ, ડભોઇ, મીયાગામ, બીલ, ભાયલી, કોયલી, ખટંબા, રતનપુરા, અંકોડિયા, બાજવા, ઇટોલા, સોખડા, દશરથ, દુમાડ, બાજવા, થુવાવી, ભીલાપુર, કોયલી, ઉંડેરા, સેવાસી, વલણ, શેરખી, ચાંદોદ, અણખોલ, ભણીયારા, કરોડિય, અણસ્તુ, તલસટ, ભાદરવા, અંજેસર, કરચીયા, ગોરજ, મંજુસર, દુમાડ, મંડાલા, કરખડી, સાધલી, મેથી, બામણગામ, સાઠોદ, કુરાલ, કણજટ, સીમળી, માલસર, આણંદી, સાધલી, અવાખલ, જરોદ, ચોકારી, રૂસ્તમપુરા

અન્ય સમાચારો પણ છે...