પવનોની અસર:આજે વાદળછાયા માહોલ વચ્ચે ઠંડી યથાવત્ રહેશે

વડોદરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઠંડીનો પારો 1 ડિગ્રી ગગડ્યો
  • 20 નવેમ્બર સુધી માવઠું થવાની આગાહી

શહેરમાં ઠંડા પવનોના પગલે મંગળવારના રોજ ઠંડીનો પારો 1 ડિગ્રી ઘટીને 17 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. વહેલી સવારથી જ પવનો ફુંકાવાના શરૂ થયા હતાં. જેના કારણે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ હતી. દિવસ દરમિયાન ઠંડા પવનોના પગલે ગરમીનો પારો પણ 31 ડિગ્રી સુધી રહ્યો હતો. ઉલ્લેખનિય છે કે, બુધવારના રોજ પણ ઠંડીનો પારો 17 ડિગ્રી સુધી નોંધાવાની સંભાવના છે.જ્યારે 17 થી 20 નવેમ્બર સુધી વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠાની પણ આગાહી હવામાન વિભાગે કરી છે.

હવામાન વિભાગના ફોરકાસ્ટ મુજબ શહેરમાં મંગળવારના રોજ મહત્તમ તાપમાનનો પારો 31. 7 ડિગ્રી અને લઘુત્તમ તાપમાનનો પારો 17.8 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે ભેજનું પ્રમાણ સવારે 64 ટકા અને સાંજે 40 ટકા નોંધાયું હતું.જ્યારે ઉત્તર-પૂર્વની દિશાથી 11 કિમીની ઝડપે પવનો ફુંકાયા હતાં. શહેરમાં દિવાળી બાદ ઠંડીની તીવ્રતા વધી રહી છે. દિવસે તો ઠીક સવારે અને રાત્રે ઠંડીનો ચમકારો અનુભવાઇ રહ્યો છે. 20મી બાદ હજી ઠંડી વધવાની શકયતા વ્યકત કરાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...