• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Today, The 143rd Founding Day Of Sayajibagh, An Invaluable Gift Of Gaikwadi Rule In Vadodara, Was Celebrated By Morning Walkers By Cutting A Cake.

ઉજવણી:વડોદરામાં ગાયકવાડી શાસનની અમૂલ્ય ભેટ સયાજીબાગનો આજે 143મો સ્થાપના દિવસ, મોર્નિગ વોકર્સે કેક કાપીને ઉજવણી કરી

વડોદરા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
સયાજીબાગને 143 વર્ષ પૂર્ણ થતા કમાટીબાગ મોર્નિંગ વોકર્સ, ટીમ ગ્રીનેથોન તથા જાગો વડોદરા દ્વારા કેક કાપી ઉજવણી કરી - Divya Bhaskar
સયાજીબાગને 143 વર્ષ પૂર્ણ થતા કમાટીબાગ મોર્નિંગ વોકર્સ, ટીમ ગ્રીનેથોન તથા જાગો વડોદરા દ્વારા કેક કાપી ઉજવણી કરી
  • સયાજીબાગમાં પ્રાણી સંગ્રહાલય, બરોડા મ્યુઝિયમ અને જોય ટ્રેન આકર્ષણનું કેન્દ્ર છે

વડોદરા શહેરની મધ્યમાં આવેલા અને વડોદરા સહિત આસપાસના ગામોના લોકો માટે એક માત્ર ફરવા લાયક એવા સયાજીબાગના 143માં જન્મદિવસની મોર્નિંગ વોકર્સે કેક કાપી ઉજવણી કરી હતી. 144માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહેલો સયાજીબાગ વડોદરા શહેરનું ગૌરવ છે.

સયાજીબાગ ગાયકવાડી શાસનની વડોદરાના શહેરીજનોને અમૂલ્ય ભેટ છે
વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીના કિનારે મહારાજા સયાજીરાવે 1879ની સાલમાં એટલે કે આજથી લગભગ 143 વર્ષ પહેલાં 113 એકર જમીનમાં બગીચો બનાવ્યો હતો. જે આઝાદી પહેલાંના ગાયકવાડી શાસનની વડોદરાના શહેરીજનોને અમૂલ્ય ભેટ છે. આજે શહેરની આ અમૂલ્ય ભેટને 143 વર્ષ પૂર્ણ થતા કમાટીબાગ મોર્નિંગ વોકર્સ, ટીમ ગ્રીનેથોન તથા જાગો વડોદરા દ્વારા કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી. કોગ્રેસ અગ્રણી અમી રાવત, નરેન્દ્ર રાવત, વિજય વાધવાની, દિનેશ લીંબાચીયા, બરોડાવાલા શબ્બીરભાઈ, પંકજ સિંગ, ડો.ગ્રીગલાણી, દિલીપ પટેલ, મહેતા દિપક, કંચન પટેલ, ઋત્વિજ જોશી, કપિલ જોશી, દુષ્યંત પુરોહિત સહિતના લોકો હાજર રહ્યા હતા.

સયાજીબાગમાં પ્રાણી સંગ્રહાલય, બરોડા મ્યુઝિયમ અને જોય ટ્રેન આકર્ષણનું કેન્દ્ર છે
સયાજીબાગમાં પ્રાણી સંગ્રહાલય, બરોડા મ્યુઝિયમ અને જોય ટ્રેન આકર્ષણનું કેન્દ્ર છે

પ્રાણી સંગ્રહાલય અને બરોડા મ્યુઝિયમ આકર્ષણનું કેન્દ્ર
સયાજીબાગમાં પ્રાણી સંગ્રહાલય અને બરોડા મ્યુઝિયમ ઉપરાંત ખાસ આકર્ષણ ગણીએ તો જમીન પર બનેલ આશરે 12 ફૂટ ઘેરાવવાળી ફ્લોરલ ક્લોક તેમજ ટોય ટ્રેન (ફક્ત 2 ફૂટ ઊંચાઈ ધરાવતી, 10 ઇંચ પહોળા ટ્રેક પર ચાલતી બાળકો માટેની આ ખાસ ટ્રેન) હતી. એની જગ્યાએ બીજી સુંદર જોય ટ્રેન છે.

ઘણા દુર્લભ ફુલ, છોડ અને ઝાડ છે
સયાજીબાગમાં ઘણા દુર્લભ ફુલ, છોડ અને ઝાડ છે જે બીજે ભાગ્યે જ જોવા મળી શકે. એ સમયના પ્રમાણમાં શાંત વડોદરામાં કમાટીબાગ ગમે તેવા માનસિક તણાવ લઈને આવેલ માણસને પણ પળભર બધુ ભૂલાવીને પ્રકૃતિમાં ખોવાઈ જતો કરી દે તેવો હતો. આ કમાટીબાગમાં જ મ્યુઝિયમથી ઝૂ તરફ જવાને રસ્તે ઘટાદાર વૃક્ષોની છાયામાં સામે વિશ્વામિત્રીનો કિનારો દેખાય છે. ભાલુ ઝૂ-પ્રાણી સંગ્રહાલયના પશુ-પંખી તેમજ સરિસૃપ સૃષ્ટિનાં પ્રાણીઓ જોતાં ખૂબ આનંદ આવે છે.

ઇ.સ.1894માં આ મ્યુઝિયમ બન્યું
1879માં કમાટીબાગના સર્જન થયા બાદ મહારાજ સયાજીરાવ ત્રીજાના આદેશ પર ઇ.સ.1894માં આ મ્યુઝિયમ બન્યું, પણ એની પિક્ચર ગેલેરી બનવાની શરૂઆત ઇ.સ.1908માં થઈ હતી. જે કામ ઇ.સ. 1914માં પૂરું થયું હતું. જો કે, મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરી ઇ.સ.1921માં આમ જનતા માટે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા.

વડોદરામાં ગાયકવાડી શાસનની અમૂલ્ય ભેટ સયાજીબાગનો આજે 143મો સ્થાપના દિવસ છે
વડોદરામાં ગાયકવાડી શાસનની અમૂલ્ય ભેટ સયાજીબાગનો આજે 143મો સ્થાપના દિવસ છે

મ્યુઝિયમમાં મમી સચવાયેલુ છે
માનવજાત અને એની વિવિધ સંસ્કૃતિઓમાં ઈજીપ્તની નાઇલ નદીના કિનારે પાંગરેલ સંસ્કૃતિનું વિશિષ્ઠ મહત્વ છે. એ જમાનામાં કોઈપણ પ્રકારનાં યાંત્રિક સાધન વગર આવા મોટા પિરામિડ કઈ રીતે ઊભા થયા હશે તેનો સાચો જવાબ તો આજે પણ કોઇની પાસે નથી. આ પિરામિડમાં વિશિષ્ટ રસાયણો ભરીને શબપેટીમાં જાળવી રાખેલા શબ તે મમી. તે જમાનમાં પણ માણસનું શરીરવિજ્ઞાન તેમજ રસાયણ શાસ્ત્ર વિષેનું જ્ઞાન કેટલું અદ્દભુત હશે તેનું ઉદાહરણ આ મમી પૂરું પાડે છે.

વિશાળકાળ વ્હેલ પણ છે
આવી જ બીજી વિશિષ્ટ અજાયબી ત્યાં સંગ્રહાયેલું બ્લૂ વ્હેલનું હાડપિંજર હતી. નાનપણમાં શાર્ક, વ્હેલ અને ડોલ્ફિન જેવી માછલીની વિવિધ જાતિ-પ્રજાતિઓ વિષે વાંચેલું. વ્હેલ એ દરિયાઈ મગરમચ્છ છે. એના હાડપિંજર પાસે ઊભા હોઈએ ત્યારે ખ્યાલ આવે કે વ્હેલ ખરેખર કેટલું વિશાળકાય પ્રાણી છે. આ ઉપરાંત કલા, શિલ્પ તેમજ સ્થાપત્યના આકર્ષક નમુનાઓ, ઇતિહાસ, ભૂસ્તરશાસ્ત્ર તેમજ માનવ સંસ્કૃતિના વિકાસનાં વિવિધ પાસા આલેખતા આ મ્યુઝિયમમાં ઘણું બધું વૈવિધ્ય જોવા મળે છે. ગાયકવાડી, યુરોપિયન અને મોગલકાળના સંસ્કૃતિ તેમજ કલા વારસાનો ત્રિવેણી સંગમ એટલે આ મ્યુઝિયમ.

અન્ય સમાચારો પણ છે...