જ્યોતિષ:આજે શનિ મહારાજ મકર રાશિમાં જ માર્ગી થઈ આગળ વધશે, લોખંડ-બાંધકામ મટિરિયલમાં ભાવવધારો થશે

વડોદરા5 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વૃષભ-સિંહ રાશિએ નિર્ણય લેવામાં સાવધાની રાખવી પડશે,મીથુન-તુલાને આર્થિક લાભ કરાવશે

શનિદેવના નામથી દરેક વ્યક્તિ ભયનો અનુભવ કરતા હોય છે, પરંતુ શનિ મહારાજ ન્યાયના દેવતા છે. શનિ મહારાજનું ગોચર ભ્રમણ ખૂબ મહત્ત્વનું છે. શનિ મહારાજ અત્યાર સુધી મે મહિનાથી વક્રી હતા જે 11 ઓક્ટોબરના રોજ સવારે 8 વાગે મકર રાશિમાં માર્ગી થઈને આગળની રાશિમાં જવાનો પ્રારંભ કરશે.

શનિદેવ માર્ગી થતાં ધન, મકર અને કુંભ રાશિની તકલીફ દૂર થશે. મિથુન-તુલાને આર્થિક લાભ કરાવશે, વૃષભ અને સિંહ રાશિએ નિર્ણય લેવામાં સાવધાની વર્તવાની રહેશે. જ્યારે બાકીની રાશિઓને મિશ્ર ફળ અપાવશે.

શાસ્ત્રી નયનભાઈ જોશીના જણાવ્યા અનુસાર, શનિ મહારાજ 2020થી મકર રાશિમાં છે, જે 23 મે, 2021 થી વક્રી ગતિ કરતા હતા, જે 11 ઓક્ટોબરના રોજ સવારે 8 વાગે માર્ગી થાય છે. જે 29 એપ્રિલ, 2022 સુધી મકર રાશિમાં રહીને બારેય રાશિઓને સારી અને ખરાબ અસર વર્તાવશે. શનિ ગ્રહને મંદ ગ્રહ પણ કહેવાય છે. પૃથ્વીથી શનિગ્રહનું અંતર વધારે છે. શનિ મહારાજ એક રાશિમાં અઢી વર્ષ સુધી રહેતા હોય છે. જેથી અઢી વર્ષની પનોતી કહેવાતી હોય છે. શનિ ગ્રહનું માર્ગી થવાથી લગભગ દરેક રાશિને અટકેલા કાર્યોમાં સારી સફળતા જોવા મળશે. મકર રાશિ શનિગ્રહની પોતાની રાશિ છે. એટલે સ્વગૃહી શનિ ન્યાય પ્રણાલીકા વધારે દૃઢ કરશે. તેમજ ભ્રષ્ટાચારી-વ્યાભિચારી જેવા વ્યક્તિઓને શનિદંડ પણ આપશે.

શનિગ્રહ 141 દિવસ પછી વક્રીમાંથી માર્ગી થઈ રહ્યા છે. જેથી પેટ્રોલ-ડીઝલ અને તૈલીપદાર્થો મોંઘવારી જાળવી રાખશે. જ્યારે લોખંડ અને બાંધકામ ક્ષેત્રે મટિરિયલમાં ભાવવધારો જોવા મળશે.

બારેય રાશીનું ફળકથન

 • મેષ : વેપાર-વ્યવસાયમાં સફળતા મળે
 • વૃષભ : ભાગ્યવૃદ્ધિ થશે,આર્થીક સંકટ દૂર થશે
 • મિથુન : આરોગ્યની કાળજી રાખવી, વાહન ધીરે હંકારવું
 • કર્ક : ભાગીદારીથી લાભ થાય, આર્થિક રીતે શુભ સમય
 • સિંહ : યાત્રા પ્રવાસના યોગ ઉદભવે, શુભ સમય
 • કન્યા : સંતાન સંબંધી પ્રશ્નો ઉકેલાશે, વિદ્યાર્થી માટે શુભ સમય
 • તુલા : મોટા લાભ પ્રાપ્ત થશે, ઘર ખરીદી શકશો
 • વૃશ્ચિક : સરકારી ક્ષેત્રથી લાભ મળે, ભાતૃવર્ગથી લાભ થશે
 • ધન : વાણી પર સંયમ રાખતા લાભ થશે
 • મકર : આળસ ત્યાગ કરવાથી શનિદેવ ધનવર્ષા કરાવશે
 • કુંભ : ખોટા ખર્ચ ટાળવા, ક્રોધ કરવો નહીં
 • મીન : અણધાર્યો લાભ થશે, આર્થિક રીતે ઉત્તમ સમય
અન્ય સમાચારો પણ છે...