પડકાર:આજે ગૃહ મંત્રીના રૂટ પર ઢોર ન ફરકે તેના મોનિટરિંગની મથામણ

વડોદરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગૃહમંત્રી સવારે 7 વાગે લહેરીપુરાથી સાઇકલયાત્રાને પ્રસ્થાન કરાવશે
  • ત્રણ દિવસમાં પાલિકાની ઢોર પાર્ટી 50 ઢોર રોડ પરથી પકડી શકી

ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પદ સંભાળ્યા બાદ ગુરૂવારના રોજ પ્રથમ વખત શહેરની મુલાકાતે આવી રહ્યા છે. ગુરૂવારે સવારે 7 વાગે લહેરીપુરા દરવાજા થી સાયકલ રેલીને પ્રસ્થાન કરાવી જનયાત્રા સહિતના અન્ય કાર્યક્રમોમાં ભાગ લેશે.રખડતા ઢોરોના ત્રાસને નાથવા મથતી પાલિકા દ્વારા ગૃહમંત્રીના રૂટ પર કોઈ ઢોર દેખાય નહીં તે માટે પણ ખાસ મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. જીવલેણ અકસ્માતમાં પાસા કરવાની ચીમકી આપ્યા બાદ હજી માર્ગો પર રખડતા ઢોરોનો અડિંગો યથાવત રહેવા પામ્યો છે.

શહેરમાં રખડતા ઢોર પકડવાની શરૃ કરવામાં આવેલી ઝુંબેશમાં બે ટીમ દ્વારા સોમવારે 21 ઢોર પકડી લેવામાં આવ્યા હતા.મંગળવારે પણ ફર્સ્ટ શિફ્ટમાં બે ટીમ દ્વારા 16 ઢોર પકડીને ડબામાં પૂરી દેવામાં આવ્યા હતા. આમ બે દિવસમાં ૩૭ ઢોર પકડી લેવાયા હતા અને બુધવાર સુધીમાં કુલ આંકડો 50 પર પહોંચ્યો હતો. જોકે રોજ જેમ બને તેમ વધુને વધુ રખઢતા ઢોર પકડી લઇને શહેરને ઢોર મુક્ત બનાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

રખડતું ઢોર પ્રથમવાર પકડાશે તો રૂ.6200 નો દંડ અને રૂ.100 રોજના ખાધાખોરાકીના વસૂલ કરી છોડાશે. બીજીવાર પકડાશે તો રૃા. 11200 નો દંડ અને રૂ.100 રોજના ખાધાખોરાકીના વસૂલ થશે અને બે થી વધુ વખત એનું એ જ ઢોર પકડાશે તો ગોપાલકની બેદરકારી બદલ કાર્યવાહી થશે અને ઢોર પાંજરાપોળમાં મોકલી દેવાશે.

બેઠક મેયરના અધ્યક્ષપદે મળવી જોઈએ
પશુપાલકો સાથે મંગળવારે ભાજપ કાર્યાલયમાં યોજાયેલી બેઠક મામલે વિરોધપક્ષના પૂર્વ નેતા ચંદ્રકાંત ભથ્થુએ જણાવ્યું હતું કે બેઠક મેયરના અધ્યક્ષપદે પાલિકામાં મળવી જોઈતી હતી,પાર્ટીના પ્રમુખ મીટીંગ કરે એટલે કે જાણે પાલિકાના નિર્ણયો તેઓ કરતા હોય તેમ લાગે છે.

અન્ય સમાચારો પણ છે...