ઉજવણી:આજે જૈન શાસન સ્થાપના દિને ઘેર ઘેર ધ્વજ ફરકાવી દિવા પ્રગટાવાશે

વડોદરા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનના પરીકરની ઉછામણી બોલાવાશે
  • જૈન શાસન દિવસ ઉજવવા નયપદ્મસાગર મ.સાનો અનુરોધ

જૈન શાસન સ્થાપના દિવસ નિમિત્તે 12 મેના રોજ જૈન સમાજ ઘરોમાં શાશન ધ્વજ ફરકાવવા ઉપરાંત ઘરે દિવડાં પ્રગટાવીને ઉજવણી કરશે. ભગવાન મહાવીર સ્વામી એ સદેહે આજથી 2611 વર્ષ પહેલાં વૈશાખ સુદ અગિયારસના દિવસે ચતુર્વિધ સંઘની સ્થાપના કરી હતી. જેથી જૈનો ભારતભરમાં શાશન સ્થાપના દિવસની ઉજવણી કરતા હોય છે.

આ અંગે માહિતી આપતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે પ્રતિ વર્ષ શાશન સ્થાપના દિવસની ઉજવણી માં જૈનો ઘરે પાંચ દિવડા પ્રગટાવી શાશન ગીત ગાતા હોય છે. જ્યારે ચાલુ વર્ષે પણ જૈન શાસન દિવસ ઉજવવા પ.પૂ.ગણિવર્ય નયપદ્મસાગર મહારાજ સાહેબે બધાને અનુરોધ કર્યો છે.

સુભાનપુરા જૈન સંઘ ના ટ્રસ્ટી અશ્વિનભાઈ દોશીએ જણાવ્યું કે,ગુરૂવારે સવારે 6.45 વાગે સંઘ ના ઉપાશ્રય માં આચાર્ય જગવલ્લભ સુરીશ્વરજી તથા હર્ષવલ્લભ સૂરીશ્વરજી મહારાજ સાહેબ ની નિશ્રામાં સંઘ સમક્ષ જૈન શાસન ધ્વજ ફરકાવવામાં આવશે. ત્યારબાદ ગુરુદેવ માંગલિક ફરમાવશે.

ગુરૂવારે સવારે 9 વાગે ત્રીજી જુનના રોજ થનાર પ્રતિષ્ઠા મહોત્સવની પત્રિકા આલેખન ગુરુદેવની નિશ્રામાં દિલિપભાઈ ઉત્તમભાઈ પરિવાર દ્વારા મંત્રો ના ઉચ્ચારણ સાથે કરવામાં આવશે. ત્યારબાદ શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનના પરીકરની ઉછામણી બોલાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...