તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધાર્મિક:આજે ભગવાન જગન્નાથજી પર નર્મદા,મહી,ગંગાનાે જળાભિષેક

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જળાભિષેક બાદ ભગવાન મંદિરમાં રથયાત્રા સુધી ક્વોરન્ટાઇન રહેશે
  • સરકાર પરવાનગી આપશે તો ભગવાનની રથયાત્રા રાજમાર્ગો પર નીકળશે

ગોત્રી સ્થિત ઈસ્કોન મંદિરમાં 24 જૂને સવારે 9:30 કલાકે ભગવાન જગન્નાથ,બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રને મંદિરના પ્રાંગણમાં લાવીને તેમના પર નર્મદા,મહિસાગર અને ગંગાના પવિત્ર પાણીથી અભિષેક કરાશે. ત્યાર બાદ ભગવાન 12 જુલાઈ સુધી મંદિરમાં ક્વોરંટીન થઈ જશે. કોરોના મહામારીમાં સતત બીજા વર્ષે રથયાત્રા માટે સરકારના નિર્ણયની રાહ જોવાઈ રહી છે. જો સરકાર રથયાત્રા કાઢવા માટે પરવાનગી આપશે તો ગાઈડલાઈન અનુસાર શહેરની 40મી રથયાત્રા શહેરના રાજમાર્ગો પર નિકળશે.

અને જો પરવાનગી નહી મળે તો ગત વર્ષની જેમ રથયાત્રા મંદિર પ્રાંગણમાં જ ફરશે. શાહી સ્નાન બાદ માન્યતા મુજબ પ્રભુ અસ્વસ્થ થઈ જાય છે.જેથી 15 દિવસ માટે પ્રભુને મંદિરમાં વિશેષ રૂમમાં રહેવું પડે છે. કોરોના મહામારી ના સમય દરમિયાન આપણે કોરંટીન શબ્દોથી પરિચિત થયા છે. ત્યારે આપણા શાસ્ત્રમાં અને વિશેષ કરીને ભગવાન જગન્નાથજી આ લીલા થી હોમ કોરંટીન થાય છે તેમ શાસ્ત્રી નયનભાઈ જોષીએ જણાવ્યું હતું. આ પંદર દિવસ દરમિયાન ભગવાન ખીચડી જેવું સાદું ને સાત્વિક ભોજન આરોગે છે.જે સૂચિત કરે છે કે સ્વાસ્થ્ય સારું ન હોય ત્યારે સાદો આહાર અત્યંત જરૂરી છે.

પંદર દિવસના કોરંટીન સમય બાદ પ્રભુ ભક્તોને દર્શન આપે છે. અને રથયાત્રાના દિવસે ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરયાત્રાએ નીકળે છે. જેઠ સુદ પૂનમથી ૧૫ દિવસ સુધી પ્રભુના બીમાર પડવાના આ અવધિ કાળ દરમિયાન પૂજારી દ્વારા વિવિધ લેપ, આયુર્વેદિક પ્રવાહી તથા ખીચડી નૈવૈદ્ય ધરાવાય છે, પ્રસાદમાં ફણગાવેલા મગ અને ચણા નો પણ મહિમા રહેલો છે.

અન્ય સમાચારો પણ છે...