તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વડોદરા LIVE:આજે વધુ 91 પોઝિટિવ, વધુ 103 દર્દી ડિસ્ચાર્જ, કુલ કેસઃ 20,966 થયા, કુલ 19,373 દર્દી રિકવર થયા

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • વડોદરામાં છેલ્લા 24 કલાકમાં લેવાયેલા 3614 સેમ્પલ પૈકી 91 પોઝિટિવ અને 3523 નેગેટિવ આવ્યા

મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વધુ 91 પોઝિટિવ કેસ નોંધાયા છે. પોઝિટિવ કેસનો કુલ આંક 20,966 પર પહોંચી ગયો છે અને મૃત્યુઆંક 235 થયો છે. વડોદરા શહેર જિલ્લામાં વધુ 103 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 19,373 લોકો કોરોનાને માત આપી ચુક્યા છે. વડોદરામાં હાલ 1358 એક્ટિવ કેસ પૈકી 149 દર્દી ઓક્સિજન પર અને 54 દર્દી વેન્ટિલેટર પર છે અને 1155 દર્દીની હાલત સ્થિર છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 6496 કેસ
શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 20,966 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 3131, પશ્ચિમ ઝોનમાં 3382, ઉત્તર ઝોનમાં 4146, દક્ષિણ ઝોનમાં 3775 વડોદરા ગ્રામ્યમાં 6496 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

આજે આ વિસ્તારમાં કોરોનાના નવા કેસો નોંધાયા
શહેરઃ ગોરવા, જેતલપુર, નવીધરતી, ફતેપુરા, છાણી, સમા, નવાપુરા, કિશનવાડી, દંતેશ્વર, આજવા રોડ, ગોત્રી, બાપોદ, તાંદલજા, વડસર, સવાદ, સોમા તળાવ, મકરપુરા
ગ્રામ્યઃ કરોડિયા, ડભોઇ, કલાલી, વાઘોડિયા, પોર, કરજણ, પાદરા, ભાયલી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો