તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પર્યુષણ પર્વ:આજે ભગવાન મહાવીરના જન્મ વાંચનમાં લાખોની બોલી બોલાશે

વડોદરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પર્યુષણ મહાપર્વ નિમિતે શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલ કોઠી પોળ જૈન દેરાસર ખાતે ચાંદીના બોક્સ પર જડતરની આંગીના દર્શન યોજાયાં હતાં. - Divya Bhaskar
પર્યુષણ મહાપર્વ નિમિતે શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલ કોઠી પોળ જૈન દેરાસર ખાતે ચાંદીના બોક્સ પર જડતરની આંગીના દર્શન યોજાયાં હતાં.
  • અકોટા ખાતે જૈનાચાર્યનું વ્યાખ્યાન યોજાયું
  • નાગકેતુ કેવી રીતે કેવળજ્ઞાન પામી મોક્ષપદ મેળવે છે તે સમજાવાયું

પર્યુષણનું પવિત્ર પર્વ ચાલી રહ્યું છે ત્યારે જૈન સંઘોમાં જૈનાચાર્યો દ્વારા રોજ અલગ-અલગ વિષય પર વ્યાખ્યાન અપાતું હોય છે. અકોટા ખાતે બિરાજતા જૈનાચાર્ય શ્રેયાંસપ્રભસૂરિ મહારાજ મંગળવારના રોજ ભગવાન મહાવીરનો જન્મ વાંચશે, જેમાં જૈનો લાખોની બોલી પણ બોલશે.

અકોટા સ્થિત વિરતી ઉજાશ વાટિકા હોલ ખાતે જૈનાચાર્ય શ્રેયાંસપ્રભસૂરિ મહારાજ સાહેબે વ્યાખ્યાનમાં જણાવ્યું હતું કે, કલ્પસૂત્ર એ મહામંગલકારી છે. કલ્પસૂત્રમાં કલ્પ એટલે આચાર. જૈનાચાર્યે સાધુના 10 પ્રકારના આચાર બતાવ્યા હતા. જેમાં અચેલક કલ્પ, ઔદેશિક કલ્પ, રાજપિંડ, કૃતિકર્મ, મહાવ્રત, જયેષ્ઠ કલ્પ, પ્રતિક્રમણ કલ્પ, માસ કલ્પ, પર્યુષણા કલ્પ વગેરે દર્શાવ્યા હતા.

જૈનાચાર્યે વધુમાં જણાવ્યું હતું કે, પર્યુષણ પર્વ આવે સાધુ-સાધ્વીજી મહારાજ માથાના વાળ ખેંચી કાઢે જેને લોચ કરાવે કહેવાય છે. કલ્પસૂત્રનો મહિમા બતાવવા નાગકેતુ કેવી રીતે કેવળજ્ઞાન પામી મોક્ષપદની પ્રાપ્તિ કરે છે તે પણ તેમણે સમજાવ્યું હતું. દરમિયાનમાં અલકાપુરી જૈન સંઘના ટ્રસ્ટી જયેન્દ્ર શાહે જણાવ્યું હતું કે, સવારે 10 વાગે ભગવાનની માતાને આવેલાં 14 સ્વપ્ન (પહેલો હાથી, વૃષભ, સિંહ, અભિષેક કરાવતી દેવી, પુષ્પમાળા, ચંદ્ર, સૂર્ય, ઈન્દ્ર ધ્વજ, પૂર્ણ કુંભ, પદ્મ સરોવર, ક્ષીર સમુદ્ર, વિમાન, રત્નનો ઢગલો અને ચૌદમે નિર્ધૂમ અગ્નિ શિખા હતી) જેની બોલી શરૂ કરવામાં આવશે. ત્યારબાદ અષ્ટમંગલની બોલી બોલાશે. શ્રેયાંસપ્રભસૂરિ મહારાજ સાહેબ મંગળવારે બપોરે 1:30 કલાકે દિવ્ય વર્ણન સાથે ભગવાનના જન્મ વખતે જે વાયુમંડલ સર્જાયું હતું તે કહેશે.

અન્ય સમાચારો પણ છે...