• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Today Is The Golden Jubilee Of Rajdhani Train: In 1972 There Were 8 Coaches, Now There Are 22, Despite Track engine Update Speed Increased From 120 To 130 In 50 Years

ભાસ્કર વિશેષ:આજે રાજધાની ટ્રેનની સુવર્ણ જયંતી:1972માં 8 કોચ હતા, હાલ 22 છે, ટ્રેક-એન્જિન અપડેટ થયાં છતાં 50 વર્ષમાં સ્પીડ 120થી વધી 130 થઈ

વડોદરાએક મહિનો પહેલાલેખક: વીરેન્દ્રસિંહ વર્મા
  • કૉપી લિંક
  • 17 મે, 1972માં મુંબઈ સેન્ટ્રલથી નવી દિલ્હી માટે ટ્રેને ઉદઘાટન યાત્રા શરૂ કરી હતી

મુંબઇ-વડોદરા-દિલ્હી વચ્ચે દોડતી રાજધાની એક્સપ્રેસની સફરનાં 50 વર્ષ 17 મેએ પૂરાં થશે. જોકે એન્જિન-કોચ બદલાયા અને ટ્રેક અપડેટ થયા છતાં ટ્રેનની સ્પીડ 120 કિમીથી વધી 130 થઈ છે અને દિલ્હી-મુંબઇ વચ્ચેનો સમયગાળો માત્ર 4 કલાક ઓછો થયો છે.

17 મે, 1972ના રોજ ટ્રેને મુંબઇ સેન્ટ્રલથી રાષ્ટ્રીય રાજધાની માટે ઉદઘાટન યાત્રા શરૂ કરી હતી. નવી દિલ્હી-હાવડા વચ્ચે પ્રથમ વાતાનુકૂલિત રાજધાની ટ્રેન શરૂ થયાનાં 3 વર્ષ બાદ આ ટ્રેનનો પ્રારંભ થયો હતો. આ પહેલાં વડોદરા અને મુંબઇથી દિલ્હી જવા ફ્રન્ટ્રીયર મેલ અને પશ્ચિમ એક્સપ્રેસ જેવી ટ્રેનો હતી, પણ દિલ્હી છેલ્લું સ્ટેશન હોય તેવી કોઈ ટ્રેન ન હતી.

1972માં છપાવાયેલો ઇનોગ્રેશન લેટર.
1972માં છપાવાયેલો ઇનોગ્રેશન લેટર.

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમીત ઠાકુરે જણાવ્યું કે, આ ટ્રેન શરૂઆતમાં 19 કલાક અને 5 મિનિટમાં પહોંચતી હતી, હવે ટ્રેનનો સમય 15 કલાક અને 50 મિનિટ કરી દેવાયો છે. 4 વર્ષમાં ટ્રેક અપગ્રેડેશન બાદ રાજધાની પ્રતિ કલાક 160 કિમીની ઝડપે દોડવા લાગશે, જેથી રાજધાની એક્સપ્રેસનો યાત્રા સમય 12 કલાક થઇ જશે. રાજધાની એક્સપ્રેસ હાલ 1385.8 કિમીનું અંતર 15 કલાકને 50 મિનિટમાં કાપે છે. રાજધાની ટ્રેન પ્રથમવાર દોડી હતી ત્યારે 8 કોચ હતા, જ્યારે હાલ 22 કોચ સાથે ટ્રેન દોડે છે.

1972માં રાજધાનીમાં વડોદરાથી મુંબઇનું ભાડું 90 હતું

વડોદરા-મુંબઇવડોદરા-દિલ્હી
એસી ચેર કાર6083
એસી સ્લીપર90255

હાલ રાજધાનીમાં ત્રણ કેટેગરી છે

  • થર્ડ AC : 1150 સેકન્ડ AC : 1700 ફસ્ટ AC : 2300 (વડોદરાથી મુંબઈ)
  • થર્ડ AC : 3050 સેકન્ડ AC : 4112 ફસ્ટ AC : 6100 (વડોદરાથી દિલ્હી )

મુંબઇ-દિલ્હી રાજધાની એક્સપ્રેસ ટ્રેન પ્રથમવાર દોડી ત્યારે ટ્રેનમાં 312 યાત્રીની ક્ષમતા હતી. હાલની ક્ષમતા 1153 યાત્રીની છે. તે સમયે રાજધાની એક્સપ્રેસ વધુમાં વધુ પ્રતિ કલાક 120 કિમીની ઝડપે દોડતી હતી, હાલ આ ટ્રેન વધુમાં વધુ પ્રતિ કલાક 130ની ઝડપે દોડે છે.

અન્ય સમાચારો પણ છે...