ચૂંટણીપર્વ:આજે લોકશાહીનો રવિવાર : મતદારો જ ભગવાન

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
તમામ બુથ ઉપર સમગ્ર સામગ્રી સાથે ચૂંટણી અંગેના કાર્યો માટે કર્મચારીઓને રવાના કરી દેવામાં આવ્યા. મુખ્ય મથક ખાતે તમામ તૈયારી પૂર્ણ કરી અધિકારીઓ અને કર્મચારીઓ રવાના થયા હતાં. - Divya Bhaskar
તમામ બુથ ઉપર સમગ્ર સામગ્રી સાથે ચૂંટણી અંગેના કાર્યો માટે કર્મચારીઓને રવાના કરી દેવામાં આવ્યા. મુખ્ય મથક ખાતે તમામ તૈયારી પૂર્ણ કરી અધિકારીઓ અને કર્મચારીઓ રવાના થયા હતાં.
  • વડોદરા-છોટાઉદેપુર જિલ્લાના વિવિધ બૂથો ઉપર મોડી રાત સુધી તૈયારીઓ ધમધમી : કર્મચારીઓ પહોંચ્યા
  • ​​​​​​​સઘન સુરક્ષા માટે પોલીસ અને વ્યવસ્થાઓ માટે કર્મચારીઓ તૈનાત : સવારે 7થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન કરાશે

વહેલી સવારે 7 વાગ્યે શરૂ થઇ સાંજના 6 વાગ્યા સુધીમાં છોટાઉદેપુર અને વડોદરા જિલ્લાની ગ્રામપંચાયતોની ચૂંટણી યોજાશે. ગ્રામપંચાયતોમાં સરપંચ અને વોર્ડના સભ્યોને મતદારો દ્વારા મતદાન કરવામાં આવશે. તંત્ર દ્વારા મોડી રાત સુધી કમર કસીને આ તમામ ગ્રામ પંચાયતોમાં મતદાન માટે સમગ્ર તૈયારીઓ પુરી કરી દેવામાં આવી હતી.

ચૂંટણીનું સાહિત્યથી લઇને અન્ય તમામ વ્યવસ્થાઓ તંત્રએ કરી હતી જેમાં સઘન સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી હતી. પોલીસતંત્ર અને વહિવટી તંત્ર દ્વારા સંયુક્ત કવાયતો અંતર્ગત સામગ્રીઓ જે તે બુથો પર પહોંચાડી દેવામાં આવી હતી. બીજી તરફ ઉમેદવારો દ્વારા પણ મોડી રાત સુધી પ્રચાર કરવામાં આવ્યો હતો.

ગામોમાં મોડી રાત સુધી લોકોના ટોળાં પ્રચાર માટે જણાયા હતાં. જદ્યારે મતદારો પણ મોડી સાત સુધી ઘરની બહાર પોતપોતાના માનીતા ઉમેદવારોના પ્રચારમાં લાગ્યા હતાં. ગામોના ચોરેને ચૌટે માત્ર ચૂંટણીની એક માત્ર જ વાત હતી. તંત્ર દ્વારા સઘન સુરક્ષાના ભાગરૂપે જિલ્લાઓના વિવિધ મથકોને સામાન્ય, સંવેદનશીલ અને અતિસંવેદનશીલ મથકો તરીકે તારવી લેવામાં આવ્યા છે.

ત્યારે અતિસંવેદનશીલ અને સંવેદનશીલ બૂથો પર તંત્રએ પોલીસની સઘન સુરક્ષાની વ્યવસ્થા કરી દીધી છે. તમામ મથકોએ વાહનોની અલાયદી વ્યવસ્થા કરાઇ છે. સમગ્ર મતદાનની પ્રક્રિયા બેલેટ પેપર દ્વારા કરવામાં આવી છે. ત્યારે સરપંચ માટે ગુલાબી રંગના બેલેટ પેપર જ્યારે વોર્ડ સભ્ય માટે સફેદ રંગના બેલેટપેપરની વ્યવસ્થા કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...