તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાહેરાત:આજે પહેલી વખત મેયરપદ માટે ગાંધી નગરગૃહમાં ‘શો’, ભાજપ કાર્યાલયમાં એડવાન્સમાં નામો જાહેર થઈ જશે

વડોદરા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પાલિકાની કચેરીઓમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય, શ્યામાપ્રસાદ મુખર્જી સાથે પીએમ, સીએમના ફોટા મૂકાયા છે. - Divya Bhaskar
પાલિકાની કચેરીઓમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય, શ્યામાપ્રસાદ મુખર્જી સાથે પીએમ, સીએમના ફોટા મૂકાયા છે.
  • પાર્લામેન્ટરી બોર્ડે નામો દિલ્હી મોકલ્યાં, મંજૂરી બાદ જાહેરાત

કોરોનાની સ્થિતિ વચ્ચે પાલિકાના આગામી અઢી વર્ષ માટેના મેયર સહિતના મુખ્ય પદાધિકારીઓની વરણી કરવા માટે બુધવારે પ્રથમ વખત પાલિકાના સભા ગૃહના બદલે ગાંધીનગર ગૃહમાં સભા મળશે. પાલિકાની ચૂંટણીમાં ભાજપને 69 અને કોંગ્રેસને માત્ર સાત બેઠકો મળી હતી. સોશિયલ ડિસ્ટનસિંગ રાખીને સભા કરવાની હોવાથી પ્રથમ સભા પ્રથમ વખત ગાંધીનગર ગૃહ ખાતે બોલાવાઇછે. પ્રદેશ ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક સોમવારે રાત્રે મળી હતી અને તેમાં ચર્ચામાં લેવાયેલા નામોમાંથી અંતિમ નામોની પસંદગી કરીને દિલ્હી ખાતે મોકલાયા હતા.

આ નામો પર પસંદગીની મહોર મારીને બુધવારે સવારે ભાજપ કાર્યાલય ને જાણ કરાશે. મેયર ,ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિના અધ્યક્ષ સહિતનાં 12 સભ્યો, શાસક પક્ષના નેતા અને દંડક આગામી અઢી વર્ષ માટે કોણ બનશે તેનું સસ્પેન્સ બુધવારે સવારે 10 વાગે ખુલી જશે ભાજપના તમામ કોર્પોરેટરો ને બુધવારે સવારે 10 વાગે મનુભાઇ ટાવર સ્થિત ભાજપા કાર્યાલય ખાતે બોલાવી સત્તાવાર જાણ કરવામાં આવશે.ત્યારબાદ ઔપચારિકતા ખાતર પાલિકાની સભામાં આ નામોની જાહેરાત કરાશે.

વિપક્ષી નેતાનું કોકડું ગૂંચવાયેલું રહેશે
માત્ર 7 બેઠક મેળવનાર કોંગ્રેસના નેતા કોણ બનશે તે હજી નક્કી નથી. વિરોધ પક્ષના નેતા નું નામ હજી નક્કી થયું નથી અને તેને પ્રક્રિયા પૂરી થયા બાદ વિપક્ષી નેતાનો દરજ્જો આપવામાં આવશે.

87 દિવસ બાદ પાલિકા ધમધમશે: પાલિકાની કચેરીઓમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય, શ્યામાપ્રસાદ મુખર્જી સાથે પીએમ, સીએમના ફોટા મૂકાયા છે.

અન્ય સમાચારો પણ છે...