ચૂંટણી:આજે વકીલ મંડળની ચૂંટણી, પ્રથમ વખત 2 મતદાન મથક ઊભાં કરાયાં

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 51 ઉમેદવારો માટે 3719 મતદારો વોટિંગ કરશે
  • રાત્રે જ પરિણામ જાહેર કરાશે​​​​​​​, મેને. કમિટીની મત ગણતરી કાલે

વડોદરા વકીલ મંડળના હોદ્દેદારો માટે શુક્રવારે યોજાનારી ચૂંટણી માટે તમામ તૈયારી પૂર્ણ કરી દેવાઇ છે. પહેલી વખત સોશિયલ ડિસ્ટન્સ જાળવવા બે મતદાન મથક ઊભા કરાયાં છે, જેથી એક સાથે એક સમયે 72 વકીલો મતદાન કરી શકશે. વડોદરા વકીલ મંડળની 18 બેઠક માટે શુક્રવારે મતદાન યોજાશે, જેમાં 3719 મતદાર મત આપશે. ચૂંટણીમાં 51 ઉમેદવારે ઝંપલાવ્યું છે.

દિવાળીપુરા કોર્ટ સંકુલ એડવોકેટ હાઉસ ખાતે શુક્રવારે સવારે 10થી 5 સુધીના ગાળામાં વડોદરા વકીલ મંડળની ચૂંટણી યોજાશે, જેમાં ગુરુવારે તૈયારીઓને આખરી ઓપ અપાયો હતો. મતદાન સ્થળે વિશાળ શમિયાણો ઊભો કરાયો છે. સૂત્રોએ માહિતી આપી હતી કે, કોરોના બાદ યોજાયેલી વડોદરા વકીલ મંડળની ચૂંટણી માટે ખાસ વ્યવસ્થા ઊભી કરાઈ છે, જેમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવા પહેલીવાર 2 મતદાન મથક ઊભાં કરાયાં છે. જેથી એક સાથે એક જ સમયે 72 વકીલ મત આપી શકશે. મતદાનના દિવસે કોરોનાને ધ્યાનમાં રાખી કોઇ પણ પ્રકારનું કાર્ડ કે પત્રીકાની વહેંચણી ન કરવા અનુરોધ કરાયો છે.

સાંજે 5 વાગે મતદાન પૂર્ણ થયા બાદ 6 વાગ્યા પછી પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, જો. સેક્રેટરી ટ્રેઝરર અને લાયબ્રેરી સેક્રેટરીની બેઠકોની મત ગણતરી ચાલુ થશે અને રાત્રે પરિણામ જાહેર કરાશે. જ્યારે શનિવારે મેનેજિંગ કમિટીના હોદ્દેદારોની ચૂંટણીની મત ગણતરી કરાશે.

અન્ય સમાચારો પણ છે...