ભાજપનું મહાભારત:આજે ભાજપની‘જિગર’ અને જિગરની વફાદારી મપાઈ જશે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ચૂંટણી માટેની તૈયારીઓ - Divya Bhaskar
ચૂંટણી માટેની તૈયારીઓ
  • MSU સેનેટની રજિસ્ટર્ડ ગ્રેજયુએટ કેટેગરીની 9 ફેકલ્ટીની બેઠક માટે આજે મતદાન
  • ભાજપનું પ્લાનિંગ : પહેલીવાર 2 ફેકલ્ટી માટે પ્રભારી નિમ્યા, મતદારોને બૂથ સુધી લાવવા 200 કાર્યકરોની ફોજ ઉતારી
  • જિગર જૂથનું ગણિત : પોતાના રજિસ્ટ્રેશન પર મદાર રાખી રૂબરૂ અને ટેલિકોલિંગથી મતદારોનો સતત સંપર્ક જાળવી પ્રચાર

મ.સ. યુનિ.ના સેનેટના ચૂંટણી મહાસંગ્રામમાં રવિવારે રજિસ્ટર્ડ ગ્રેજયુઅેટ કેટેગરીની 9 ફેકલ્ટીની બેઠક માટે મતદાન થશે.પહેલીવાર સીધો હસ્તક્ષેપ કરનાર ભાજપે વોર્ડ પ્રમુખ-કાઉન્સિલરો, સંગઠનને ઉતારી ચૂંટણી જીતવા એડીચોટીનું જોર લગાવ્યું છે. જયારે જીગર જૂથ રજિસ્ટ્રેશનના જોરે મેદાનમાં છે. ભાજપના માઇક્રોપ્લાનીંગમાં દરેક વોર્ડમાં કાર્યકરોને નક્કી કરેલા નામોની યાદી સોંપાઇ છે. બપોરે 2 વાગ્યા પછી જે મતદારોએ મતદાન નહીં કર્યું હોય તેમના ઘેર જઇને મતદાન કરવા લઇ જવાશે. પ્રથમ વાર બે ફેકલ્ટીઓ કોમર્સ અને ટેકનોલોજીમાં પ્રભારીની નિમણૂક કરવામાં આવી છે. પ્રથમ વાર 100થી વધારે ખાનગી ગાડીઓનો ઉપયોગ મતદારો માટે કરવામાં આવશે.

9 બેઠકો માટે 27 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ યોજાશે. વિવિધ ફેકલ્ટીના કુલ 11,616 મતદારો 41 મતદાન મથકો પર મતદાન કરશે. એમ.એસ.યુનિવર્સિટીની સેનેટની રજિસ્ટર્ડ ગ્રેજયુએટની ચૂંટણી રવિવારે યોજાનાર છે. કોમર્સ, આર્ટસ ,ટેકનોલોજી, હોમ સાયન્સ, ફાઇન આર્ટસ, પરર્ફોંમીગ આર્ટસ, સોશિયલ વર્ક, લો, ફામર્સી સહિત 9 ફેકલ્ટીઓ માટે ચૂંટણી યોજાશે. પ્રથમ વખત ભાજપ દ્વારા સેનેટની ચૂંટણીઓ માટે મેન્ટેડ આપવામાં આવ્યો છે.

શહેર ભાજપ પ્રમુખ ડો.વિજય શાહના આદેશના પગલે તમામ વોર્ડના પ્રમુખો,કાઉન્સીલરો, સંગઠનના કાર્યકરોને સેનેટમાં જાહેર કરેલા ઉમેદવારોને જીતાડવા માટે એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. જીગર ઇનામદાર જૂથના સભ્યો પણ સક્રિય રીતે પોતે કરેલા રજિસ્ટર્ડ મતદારોનો સંપર્ક કરી રહ્યા છે. તમામ મતદારોનો સંપર્ક કરીને મતદાન કરવા અપીલ કરાઇ રહી છે.

મતદારોના રજિસ્ટ્રેશન મામલે ઉમેદવારોના ગપગોળા
દિવ્ય ભાસ્કરે વાત કરતા કોમર્સના અમર ઢોમસેએ 1742 તથા સુશાંત મખ્ખીજાનીએ 1350 રજિસ્ટ્રેશનનો દાવો કર્યો છે બંનેનું ટોટલ 3092 થાય છે.જયારે કુલ રજિટ્રેશન 2868 છે ટેકનોલોજી ફેકલ્ટીમાં 3190 રજિસ્ટ્રેશન સામે નરેન્દ્ર રાવતે 1760નો અને કશ્યપ શાહે તેમના 1248 અને મીતેન પટેલના 780 રજિસ્ટ્રેશનનો દાવો કર્યો છે. જેનું ટોટલ 3788 થાય છે. જે નોંધાયેલા કરતાં વધારે છે.

11 હજાર મતદારો મતદાન કરશે, 41 બૂથો પર મતદાન પ્રક્રિયા હાથ ધરાશે, 200 કર્મચારીઓ ચૂંટણીમાં ફરજ બજાવશે, 100 થી વધુ વાહનો મતદારો માટે દોડાવાશે, 11 થી સાંજે 5 વાગ્યા સુધી મતદાન

નેટકોલિંગ : અાપણી વચ્ચેની વાત કોઇને કરતો નહીં
સેનેટના ઉમેદવારો દ્વારા કોઇ પણ પ્રકારનું રેકોર્ડિંગ ન આવી જાય તે માટે નેટ કોલીંગનો ઉપયોગ કરાઇ રહ્યો છે. જેમાં તમામ વાત શરૂ કરતા પહેલા કહી દે છે કે અાપણી વચ્ચે થયેલી વાત કોઇને કરતો નહીં. 2 જૂથોમાં બલિનો બકરો ન બનાય તેની તકેદારી ઉમેદવારો અને સમર્થકો રાખી રહ્યા છે.

અનુભવ : જેમણે રજિસ્ટ્રેશન કરાવ્યું છે તે ચૂંટણીમાં ફાવશે
જેમણે લોકોને મળી તેમની ડિગ્રી લઇને રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને સંપર્કમાં છે તે લોકો જ આ ચૂંટણીમાં રાજા છે. પાર્ટી પોલિટીકસ આ ચૂંટણીમાં ન હોય,એજયુકેટેડ મતદારોને ખબર હોય છે કોણ કામ કરે તેમ છે. મેન્ટેડથી મત ન મળે.- કાસીમ ઉનિયા, પૂર્વ સેનેટ-સિન્ડિકેટ સભ્ય

અન્ય સમાચારો પણ છે...