તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વડોદરા LIVE:આજે વધુ 98 પોઝિટિવ, વધુ 102 દર્દી ડિસ્ચાર્જ, કુલ કેસઃ16,743, કુલ 15,333 દર્દી રિકવર થયા

વડોદરા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર
  • વડોદરામાં છેલ્લા 24 કલાકમાં લેવાયેલા 3276 સેમ્પલ પૈકી 98 પોઝિટિવ અને 3178 નેગેટિવ આવ્યા

મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં કોરોનાના આજે વધુ 98 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ પોઝિટિવ કેસનો આંક 16,743 પર પહોંચી ગયો છે. વડોદરા શહેર જિલ્લામાં વધુ એક મૃત્યુ સાથે મૃત્યુઆંક 217 થયો છે. વડોદરા શહેર જિલ્લામાં આજે વધુ 102 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 15,333 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 1193 એક્ટિવ કેસ પૈકી 160 દર્દી ઓક્સિજન પર અને 58 દર્દી વેન્ટિલેટર પર છે અને 975 દર્દીની હાલત સ્થિર છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 4945 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 16,743 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 2523, પશ્ચિમ ઝોનમાં 2715, ઉત્તર ઝોનમાં 3466, દક્ષિણ ઝોનમાં 3058, વડોદરા ગ્રામ્યમાં 4945 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

નવા પોઝિટિવ કેસ આ વિસ્તારમાં નોંધાયા
શહેરઃ
ગાજરાવાડી, VIP રોડ, અકોટા, ગોકુલનગર, ગોરવા, આજવા રોડ, નવાયાર્ડ, છાણી, વડસર, કિશનવાડી, તરસાલી, કારેલીબાગ, શિયાબાગ, છાણી, સુભાનપુરા, નિઝામપુરા, મકરપુરા,
ગ્રામ્યઃ કરજણ, રણોલી, વાઘોડિયા, સાવલી, પોર, ડભોઇ, કરોડીયા, પાદરા

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે. નેગેટિવ...

વધુ વાંચો