તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વધુ 90 પોઝિટિવ કેસ નોંધાયા છે. પોઝિટિવ કેસનો કુલ આંક 21,056 પર પહોંચી ગયો છે અને વધુ એક મૃત્યુ સાથે મૃત્યુઆંક 236 થયો છે. વડોદરા શહેર જિલ્લામાં વધુ 74 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 19,447 લોકો કોરોનાને માત આપી ચુક્યા છે. વડોદરામાં હાલ 1373 એક્ટિવ કેસ પૈકી 148 દર્દી ઓક્સિજન પર અને 56 દર્દી વેન્ટિલેટર પર છે અને 1169 દર્દીની હાલત સ્થિર છે.
વડોદરા રૂરલમાં સૌથી વધુ 6525 કેસ
શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 21,056 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 3139, પશ્ચિમ ઝોનમાં 3400, ઉત્તર ઝોનમાં 4164, દક્ષિણ ઝોનમાં 3792, વડોદરા ગ્રામ્યમાં 6525 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.
આજે આ વિસ્તારમાં કોરોનાના નવા કેસો નોંધાયા
શહેરઃ ગોત્રી રોડ, ન્યુ સમા રોડ, બાપોદ, માંડવી, નવી ધરતી, અકોટા, દિવાળીપુરા, વાસણા, અટલાદરા, સમા, ફતેપુરા, માંજલપુર, ગાજરાવાડી, છાણી, શિયાબાગ, વારસીયા, પાણીગેટ, રામદેવનગર
ગ્રામ્યઃ બિલ મંજુસર, પાદરા, ડભોઈ, કરજણ, ઉંડેરા, શિનોર, સાવલી, કરોડિયા
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.