તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના વડોદરા LIVE:આજે વધુ 15 પોઝિટિવ અને 151 દર્દીએ કોરોનાને માત આપી, કુલ કેસઃ71,658 થયા

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વડોદરામાં છેલ્લા 24 કલાકમાં લેવાયેલા 1361 સેમ્પલ પૈકી 15 પોઝિટિવ અને 1346 નેગેટિવ આવ્યા

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં આજે વધુ 15 કેસ નોંધાયા છે. આમ પોઝિટિવ કેસનો કુલ આંક 71,658 ઉપર પહોંચી ગયો છે. વડોદરા જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 623 ઉપર સ્થિર રહ્યો છે. આજે વધુ 151 દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં કુલ 70,470 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 565 એક્ટિવ કેસ પૈકી 22 દર્દી ઓક્સિજન ઉપર અને 15 દર્દી વેન્ટિલેટર પર છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 26,673 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 71,658 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 9646, પશ્ચિમ ઝોનમાં 11,857, ઉત્તર ઝોનમાં 11,723, દક્ષિણ ઝોનમાં 11,723 વડોદરા ગ્રામ્યમાં 26,673 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

આ વિસ્તારમાં કોરોનાના નવા કેસો નોંધાયા
શહેરી વિસ્તારઃ
યમુનામિલ, એકતાનગર, ફતેપુરા, શિયાબાગ, ગોરવા, સુભાનપુરા, તાંદલજા, માંજલપુર

ગ્રામ્યઃ સેવાસી, દરાપુરા, ભાયલી, ચોરંદા, સિંધરોટ, કરજણ(અર્બન).

અન્ય સમાચારો પણ છે...