તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વડોદરા LIVE:આજે વધુ 110 પોઝિટિવ, વધુ 99 દર્દી ડિસ્ચાર્જ, કુલ કેસઃ18,470, મૃત્યુઆંક 225, કુલ 17,014 દર્દી રિકવર થયા

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વડોદરામાં છેલ્લા 24 કલાક દરમિયાન લેવાયેલા 3930 સેમ્પલ પૈકી 110 પોઝિટિવ અને 3820 નેગેટિવ આવ્યા

મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં કોરોનાના આજે વધુ 110 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ પોઝિટિવ કેસનો કુલ આંક 18,470 પર પહોંચી ગયો છે અને મૃત્યુઆંક 225 થયો છે. વડોદરા શહેર જિલ્લામાં આજે વધુ 99 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 17,014 લોકો કોરોનાને માત આપી ચુક્યા છે. વડોદરામાં હાલ 1231 એક્ટિવ કેસ પૈકી 163 દર્દી ઓક્સિજન પર અને 61 દર્દી વેન્ટિલેટર પર છે અને 1007 દર્દીની હાલત સ્થિર છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 5591 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 18,470 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 2768, પશ્ચિમ ઝોનમાં 2981, ઉત્તર ઝોનમાં 3742, દક્ષિણ ઝોનમાં 3352, વડોદરા ગ્રામ્યમાં 5591 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

આજે આ વિસ્તારમાં કોરોનાના નવા કેસો નોંધાયા
શહેરઃ શિયાબાગ, વડસર, નવાયાર્ડ, છાણી, સુભાનપુરા, મકરપુરા, તરસાલી, કારેલીબાગ, VIP રોડ, અકોટા, ગોકુલનગર, કિશનવાડી, ગોરવા, આજવા રોડ, છાણી, ગોરવા
ગ્રામ્યઃ કરજણ, કરોડિયા, ડભોઇ, પોર, રણોલી, વાઘોડિયા, સાવલી, પાદરા

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો