તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોના વડોદરા LIVE:આજે વધુ 102 પોઝિટિવ, વધુ 100 દર્દી ડિસ્ચાર્જ, કુલ કેસઃ13,910, કુલ 12,104 દર્દી રિકવર થયા

વડોદરા3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વડોદરામાં છેલ્લા 24 કલાકમાં લેવાયેલા 3844 સેમ્પલ પૈકી 102 પોઝિટિવ અને 3742 નેગેટિવ આવ્યા

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાના આજે વધુ 106 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ પોઝિટિવ કેસનો કુલ આંક 13,808 ઉપર પહોંચ્યો છે અને સત્તાવાર મૃત્યુઆંક 209 થયો છે. આજે વધુ 100 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જેથી અત્યાર સુધીમાં કુલ 12,104 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 1597 એક્ટિવ કેસ પૈકી 155 દર્દી ઓક્સિજન પર અને 62 દર્દી વેન્ટિલેટર પર છે અને 1380 દર્દીની હાલત સ્થિર છે.

વડોદરાના આ વિસ્તારોમાં આજે કોરોનાના કેસ નોંધાયા
શહેરઃ તરસાલી, માંજલપુર, ગાજરાવાડી, નવાપુરા, જ્યુબિલીબાગ, શિયાબાગ, બાપોદ, રામદેવનગર, જતેલપુર, છાણી, સમા, તાંદલજા, ગોકુલનગર, કારેલીબાગ, ગોરવા, નવારાર્ડ, વારસીયા, મકરપુરા, સુભાનપુરા
ગ્રામ્યઃ સાવલી, કરજણ, શિનોર, ફર્ટિલાઇઝરનગર, પાદરા, ડભોઇ, પોર, બાજવા, રાયકા, કરોડિયા, દશરથ

વડોદરા રૂરલમાં સૌથી વધુ 3787 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 13910 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 2151, પશ્ચિમ ઝોનમાં 2284, ઉત્તર ઝોનમાં 3018, દક્ષિણ ઝોનમાં 2634, વડોદરા ગ્રામ્યમાં 3787 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નધાયા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે બધા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. તમારી ગુપ્ત પ્રતિભા લોકો સામે ઉજાગર થશે. જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે તથા માન-સન્માનમાં પણ વૃદ્ધિ થશે. ઘરની સુખ-સુવિધાને લગતી વસ્તુઓની...

વધુ વાંચો