નવતર પ્રયોગ:વડોદરાની યુવતી ચકલીઓ બચાવવા પોતાની શોપમાં ખરીદી કરવા આવતા ગ્રાહકોને ચકલીઓના માળા રિટર્ન ગિફ્ટમાં આપે છે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સિમેન્ટ કોન્ક્રીટના જંગલો ફરી એક વાર ચકલીઓના કલરવથી ગુંજી ઉઠશે. વડોદરા શહેરના ફેશન ડિઝાઇનર પાયલ ત્રિપાઠી કે જેઓ "નારી ડિઝાઇનર એથનીક વેર' નામનો વુમન્સ વેરનો સ્ટોર ઇલોરપાર્ક વિસ્તાર માં છેલ્લા 5 વર્ષથી ચલાવે છે. તેમના દ્વારા પર્યાવરણ જાગૃતિ અંગેનો નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે, તેઓ છેલ્લા કેટલાય સમયથી લુપ્ત થઈ રહેલી ચકલીઓને બચાવવા તથા તેમની સંખ્યા વધારવા માટે પોતાની શોપ ઉપર ખરીદી કરાવવાવાળા કસ્ટમરને ચકલીઓના માળા રિટર્ન ગિફ્ટમાં આપે છે સાથે તેના સંવર્ધન માટેની માહિતી આપીને સમાજમાં પર્યાવરણની જાગૃતિ માટેનો ઉમદા પ્રયાસ હાથ ધાર્યો છે. વિગતવાર માહિતી મુજબ તેમનો પૂરો પરિવાર ચકલીઓને આપણી વચ્ચે પાછી બોલાવવના પ્રયાસ કરે છે.

પાયલબેન તેમના ગોત્રી વિસ્તાર સ્થિત ઘરમાં વિવિધ ચકલીઓના માળા લગાવ્યા છે. જેમાં 4/5 પ્રજાતિની ચકલીઓ જેવી કે, હાઉસ સ્પેરો, બુલબુલ, સિલ્વરબીલ, રોબિન, સકેલિબ્રેસ્ટ મુનિયા વિગેરે આવીને કુદરી વાતાવરણમાં માળા બનાવીને રહે છે. વધુમાં તેમને ઉમેર્યું છે કે, તેઓ સ્ટાર ઇન્ડિયા નામની સંસ્થા સાથે જોડાયેલા છે અને તેમના થઈ પ્રેરિત થઈને ચકલીઓની સંખ્યામાં વધારો થાય તેવા પ્રયાસો માટે આસપાસના મંદિરો, જાહેર સ્થળો ઉપર બર્ડ ફીડર લગાવીને રેગ્યુલરલી મેન્ટેઇન કરે છે.

તેમનો નાનો સન વિહાન 8 વર્ષ નો પણ સોશિયલ મીડિયા પર 'vihaan's nature vlog' દ્વારા પક્ષીઓ ની માહિતી પૂરી પાડે છે. તેમનું કહેવું છે કે, ચકલીઓને સમાજમાં બોલાવવા માટે તેમને અનુકુળ કાંટાવાળા વૃક્ષો વાવવા ખૂબ જરૂરી છે. ઘરના આંગણે પાણીના કુંડા રાખીને નિયમિત પાણી બદલતા રહેવું જોઈએ. આવનાર દિવસો માં તેમનું 5000 જેટલા માળાઓ લગાવી તેમની કાળજી લેવાનો સંકલ્પ હાથ ધર્યો છે. પર્યાવરણ માટે જેટલું કરીશું તેટલું ઓછું છે જેમાં બાળકોની ભૂમિકા આવનાર દિવાસોમાં વધારે રહેશે તો આવા કર્યો માં 100% સફળતા મળશે.

અન્ય સમાચારો પણ છે...