તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વોરિયર્સ:કોરોના વોરિયર્સને નવાજવા રમતવીરોએ 188 સ્ક્વેર ફૂટની વિશાળ અને સુંદર રંગોળી બનાવી

વડોદરા5 મહિનો પહેલા
 • કૉપી લિંક

લક્ષ્મીનાથ વ્યાયામ મંદિર બાજવાડા, ખાતે દીવાળી તેમજ નૂતનવર્ષ નિમિત્તે રંગોળી બનાવવામાં આવી છે. હાલ વિશ્વમાં જે વૈશ્વિક મહામારી કોરોના ચાલી રહી છે, તેવા વિકટ સમયમાં જેઓએ પોતાનું અને પોતાના પરિવારનું ના વિચારી દેશ માટે રાત-દિવસ સેવા કરી છે અને કરી રહ્યા છે એવા કોરોના વોરિયર્સ ડૉક્ટર, પોલીસ કર્મી, સફાઈ કર્મી, મીડિયા કર્મી વિગેરે કે જેઓએ આ વૈશ્વિક મહામારીમાં પોતાનું યોગદાન આપ્યું છે અને આપી રહ્યા છે તેમને નવાજવા માટે રંગોળી બનાવી તેમના કામ અને બલિદાનને શહેરની પરંપરાગત અને જૂની સંસ્થા દ્વારા બિરદાવવામાં આવ્યા છે. આ વૈશ્વિક મહામારી કોરોનાનો દુનિયામાંથી નાશ થાય તેવા મેસેજ સાથે આ રંગોળીની કલાકૃતિ બનાવવામાં આવી છે. આ રંગોળી આશરે 188 સ્ક્વેરફુટમાં બનાવવામાં આવી છે. ત્રણ દિવસમાં સંસ્થાના રમતવીર ભાવિક મુકાતી, મીત સોની, રુદ્ર રાજપૂત, મનાંશુ સુવે, ઊર્મિશ મહાજન, કિષ્ણા પરમાર, શ્રેય કંસારા, શીવ પટેલ, વ્રજ પંચાલ તેમજ સંસ્થાના શુભેચ્છક પ્રજેક શાહ દ્વારા રંગોળી બનાવાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો