તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શ્રદ્ધાંજલિ:વડોદરાના કવિઓને પ્રોત્સાહન આપવા તેમની રચના કમ્પોઝ કરી ગાયકો પાસે પર્ફોર્મ કરાવતા હતા સ્વ.જયદેવભાઇ ભોજક

વડોદરા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
શહેરના કવિઓની રચનાઓને તેઓ કળાકારો પાસે જ પ્રસ્તુત કરાવતા અને કળાકાર તથા કવિ બન્નેને પ્રોત્સાહન મળે તેવો અભિગમ સતત રાખતા હતાં - Divya Bhaskar
શહેરના કવિઓની રચનાઓને તેઓ કળાકારો પાસે જ પ્રસ્તુત કરાવતા અને કળાકાર તથા કવિ બન્નેને પ્રોત્સાહન મળે તેવો અભિગમ સતત રાખતા હતાં
 • સ્વ.જયદેવ ભોજકે વડોદરાના આકાશવાણી કેન્દ્રમાં 17 વર્ષ સંગીત નિયામક તરીકે સેવાઓ આપી હતી

સાહિત્ય અને સંગીત કલા જેમના રગ રગમાં દોડતી હતી તેવા સુરતાલ અને શબ્દોના પુષ્પોથી મહેંકી રહેલા ઉપવન સમાન ઓલ ઇન્ડિયા રેડિયો આકાશવાણી વડોદરા કેન્દ્રના સંગીત નિયામક જયદેવ ભોજકનું ભાવનગર ખાતે 3 ડિસેમ્બરના રોજ અવસાન થયુ હતું. જયદેવ ભોજકનો જન્મ 7 ડિસેમ્બર 1929ના રોજ સિધ્ધપુર ખાતે થયો હતો. આજે 7 ડિસેમ્બરે જયદેવ ભોજકની વર્ષગાંઠ નિમિત્તે શહેરના કવિઓએ તેમને શ્રદ્ધાંજલી આપતા તેમની સાથેના તેમના સ્મરણોને તાજા કર્યા હતા. સંગીતકાર, ચિત્રકાર અને લેખક તેવા જયદેવ ભોજકે શહેરના આશરે 100 જેટલા કવિઓની રચનાને સુર આપ્યા હતા.

40 વિદ્યાર્થીને નિ:શુલ્ક સંગીત શીખવતા
1980 પછીની નિવૃત્તિને તેમણે સુગમ સંગીત પ્રવૃત્તિમાં ફેરવી હતી અને સુગમ સંગીતની 22 જેટલી કેસેટ-સીડી પ્રસિદ્ધ કરી હતી. જયદેવ ભોજક 90 વર્ષની ઉમરે પણ 40 વિદ્યાર્થીઓને છેલ્લા 40 વર્ષોથી સુગમ સંગીતનું નિ:શુલ્ક શિક્ષણ આપી રહ્યા હતા. સુગમ સંગીતનો 12 વર્ષનો કોર્સ ગુજરાતમાં એકમાત્ર તેમણે કર્યો હતો.

જયદેવભાઇ ચિત્ર, લેખનકળામાં પણ માહેર હતાં
કવી સુંદરમ ટેલરે જણાવ્યું હતું કે, જયદેવભાઇ મારા પિતા સમાન હતા. મારા પિતાનું અવસાન થયા બાદ મે તેમને જ મારા પિતા માન્યા હતા. તેમના માટે મે ‘પિતૃ પ્રેમનું વત્સલઝરણુ’ કવિતા લખી હતી. હું જ્યારે પણ તેમને મળવા જતો ત્યારે તેઓ પુસ્તકોથી ઘેરાયેલા હોય છે. રાત દિવસ તેમનો સમય લખવા વાંચવામાં જતો હતો. તેઓ જ્યારે છેલ્લા સુરમાં ગાતા ત્યારે તેમને સાંભળવાનો આનંદ કઇક અલગ જ હતો. તેઓ એક સંગીતકારની સાથે ચિત્રકાર અને લેખક પણ હતા. તેમણે મારી 30 કવિતાઓને સુર આપ્યો હતો. તેઓ ભાવનગરના રાજ પરિવારના કલાગુરુ ઉપરાંત વડોદરાના મહારાજા સ્વર્ગીય રણજિતસિંહ ગાયકવાડ તેમના શિષ્ય હતા.

તાનસેનની રચનાને સૂર આપનાર એકમાત્ર હતાં
જયદેવ ભોજકના ભાઇ પ્રભાતદેવ ભોજકે જણાવ્યું હતું કે, જયદેવભાઇએ 17 વર્ષ સુધી આકાશવાણી વડોદરા કેન્દ્રમાં નિયામક તરીકે સેવા આપી. તેઓએ તાનસેનની રચના‌‌ ‘આજ તો હમારે ઘર ભોળાનાથ આયે રે’ને સુર આપનારા ગુજરાતના એકમાત્ર વ્યક્તિ હતા. તેમણે ક્ચ્છ-ભુજ થી મુંબઇ સુધી આશરે 300 જેટલા નાના મોટા કવીઓની રચનાને સુર આપી 2000થી વધુ ગીત ગઝલ અને ભજનો કંપોઝ કર્યા હતા. તેઓએ વડોદરાના અઝીઝ કાદરી, ખલીલ ધનતેજવી, શકિલ કાદરી, રમેશ પંડ્યા, સતીશ ડણાંક, વિરંચી ત્રીવેદ, બેજાન બહાદરપુરી અને કલ્પના બારોટ જેવા કવિઓની કવિતાને સુર આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો