તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મદદ કરવાનો પ્રયાસ:મહિલાઓને આત્મનિર્ભર કરવા વડોદરા નજીક પારૂલ યુનિ.માં મમ્મી એન્ડ યમ્મી આઉટલેટ શરૂ કરાયું, વિદ્યાર્થીઓ અને કર્મચારીઓને ઘર જેવું ભોજન મળી રહેશે

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
યુનિવર્સિટી કેમ્પસમાં મમ્મી એન્ડ યમ્મી ફૂડ આઉટલેટનો શુભારંભ તાજેતરમાં કરવામાં આવ્યો - Divya Bhaskar
યુનિવર્સિટી કેમ્પસમાં મમ્મી એન્ડ યમ્મી ફૂડ આઉટલેટનો શુભારંભ તાજેતરમાં કરવામાં આવ્યો
  • આર્થિક રીતે નબળા પરિવારોને કમાણીનું સાધન મળે તેવું સુચારૂ આયોજન કરાયું

વડોદરા નજીક આવેલી પારૂલ યુનિવર્સિટી દ્વારા તેના વિદ્યાર્થીઓ અને કર્મચારીઓની સાથે સાથે સમાજને ઉપયોગી થાય તેવા આયોજનો કરવામાં આવતા હોય છે. જે અંતર્ગત જ યુનિવર્સિટી કેમ્પસમાં મમ્મી એન્ડ યમ્મી ફૂડ આઉટલેટનો શુભારંભ તાજેતરમાં કરવામાં આવ્યો છે. જે આઉટલેટ ચલાવવાની સંપૂર્ણ જવાબદારી કેમ્પસની આસપાસના વિસ્તારની આર્થિક રીતે નબળા પરિવારોની મહિલાઓને આપવામાં આવી છે, જેથી તેઓ તેમના ઘરે જેવા જ નાસ્તા અને ભોજન બનાવી વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકો સહિતના કર્મચારીઓેને આપી કમાણી કરી શકે. આ આયોજન યુનિવર્સિટીના રિસ્પોન્સિવ સેલ દ્વારા કરવામાં આવ્યું છે.

પારૂલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં 28 હજાર વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક કર્મચારીઓ માટે કેમ્પસમાં જ ફૂડ કોર્ટ બનાવવામાં આવી છે. વિદ્યાર્થીઓ માટે યુનિવર્સિટી કાળમાં કેમ્પસની કેન્ટીન અને ફૂડ કોર્ટ ખૂબ જ મોટું સંભારણું બની રહેતું હોય છે, તેવા સમયે પારૂલ યુનિવર્સિટી કેમ્પસમાં આવેલા ફૂડ કોર્ટ થકી પણ મેનેજમેન્ટ દ્વારા સમાજ સેવાનું ઉમદા ઉદાહરણ પુરુ પાડવામાં આવ્યું છે. પારૂલ યુનિવર્સિટીના સોશિયલ રિસ્પોન્સિવ સેલ દ્વારા આર્થિક રીતે નબળા પરિવાર તેમજ સમાજ માટે સતત નવા નવા વિચારો થકી તેમની આવકમાં વધારો આવે તેવા પ્રયાસો કરવામાં આવી છે. જે અંતર્ગત યુનિવર્સિટી કેમ્પસમાં આવેલા ફૂડ કોર્ટમાં જ વિદ્યાર્થીઓ અને કર્મચારીઓને ઘર જેવું જ નહીં પરતું ઘરનું જ ભોજન અને નાસ્તો મળે તેવા પ્રયાસ કરવામાં આવ્યો છે.

આઉટલેટ ચલાવવાની સંપૂર્ણ જવાબદારી કેમ્પસની આસપાસના વિસ્તારની આર્થિક રીતે નબળા પરિવારોની મહિલાઓને આપવામાં આવી છે
આઉટલેટ ચલાવવાની સંપૂર્ણ જવાબદારી કેમ્પસની આસપાસના વિસ્તારની આર્થિક રીતે નબળા પરિવારોની મહિલાઓને આપવામાં આવી છે

કેમ્પસનાં ફૂડ કોર્ટમાં મમ્મી એન્ડ યમ્મી નામની એક આઉટલેટ શરૂ કરવામાં આવ્યું છે. જે તેના નામની જેમન મમ્મીના હાથે તૈયાર થયેલી ઘરની વાનગીઓ પીરસે છે. એટલું જ નહીં આ ફૂડ કોર્ટમાં નેશનલ અને ઇન્ટરનેશનલ બ્રાન્ડના ફૂડ આઉટ લેટ પણ છે, પરંતુ, તેની સાથે સાથે ઘરનું ભોજન મળે તેવા હેતુથી આ મમ્મી એન્ડ યમ્મી આઉટલેટ શરૂ કરાયું છે. આ આઉટલેટનું સંપૂર્ણ સંચાલન મહિલાઓ દ્વારા કરવામાં આવનાર છે. તેમજ તેના થકી રોજની આવકને તે મહિલાઓ તેમજ તેમના પરિવારના આર્થિક વિકાસ માટે જ ખર્ચ કરવામાં આવનાર છે.

આ આયોજન યુનિવર્સિટીના રિસ્પોન્સિવ સેલ દ્વારા કરવામાં આવ્યું છે
આ આયોજન યુનિવર્સિટીના રિસ્પોન્સિવ સેલ દ્વારા કરવામાં આવ્યું છે

જે બાબતે પારૂલ યુવિનર્સિટીના વાઇસ પ્રેસિડન્ટ ડો. પારૂલ પટેલે જણાવ્યું હતું કે, અમારા આ પ્રકારના પ્રયાસોથી કેમ્પસની આસપાસના વિસ્તારમાં રહેતી મહિલાઓ પણ કમાણી કરી હાલની આ પરિસ્થિતિમાં તેમના પરિવારને મદદરૂપ થઇ શકશે. ઉલ્લેખનીય છે કે, યુનિવર્સિટીના આ પ્રયાસને કેમ્પસની આસપાસની મહિલાઓ દ્વારા ખૂબ જ આવકારવામાં આવ્યો હતો. જેમણે જણાવ્યું હતું કે, આ પ્રયાસથી અમે અમારા પરિવારને આર્થિક મદદ કરી શકીશું એટલું જ નહીં અમને પણ વેપાર કરવાની તક મળશે અને આ ક્ષેત્રની વધારે માહિતી પણ મળશે. પારૂલ યુનિવર્સિટીના ટ્રસ્ટી અને સોશિયલ રિસ્પોન્સિવ સેલના વડા ડો. ગિતીકા પટેલે જણાવ્યું હતું કે, સમાજમાં મહિલાઓના ઉત્થાન માટે અનેક કાર્યક્રમો કરવામાં આવતા હોય છે. પરંતુ, પારૂલ યુનિવર્સિટી એક શૈક્ષણિક સંસ્થા દ્વારા ત્યારે અમારી જવાબદારી મહિલાઓને જાતે જ પગભર થવા પ્લેટફોર્મ આપવાની છે. જેના ભાગરૂપે જ કેમ્પસમાં મમ્મી એન્ડ યમ્મી ફૂડ આઉટલેટ શરૂ કરવામાં આવ્યો છે. જેથી સમાજની મહિલાઓ જાતે પગભર થઇ શકે.

આર્થિક રીતે નબળા પરિવારોને કમાણીનું સાધન મળે તેવું સુચારૂ આયોજન કરાયું
આર્થિક રીતે નબળા પરિવારોને કમાણીનું સાધન મળે તેવું સુચારૂ આયોજન કરાયું
અન્ય સમાચારો પણ છે...