તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Vadodara
 • To Increase The Number Of Beds In Hospitals In Vadodara, The System Stayed Up All Night, The Capacity Of 575 Beds In Gotri Hospital Will Be Increased To 715.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સંકટ:વડોદરામાં હોસ્પિટલોમાં બેડની સંખ્યા વધારવા તંત્ર આખી રાત જાગ્યુ, ગોત્રી હોસ્પિટલમાં 575 બેડની ક્ષમતા વધારીને 715 કરાશે

વડોદરા17 દિવસ પહેલા
 • કૉપી લિંક
ફરજ પરના ખાસ અધિકારી ડો. વિનોદ રાવે સોમવારે રાત્રે ગોત્રી હોસ્પિટલ ખાતે નોડલ અધિકારીઓ સાથે મધ્ય રાત્રી સુધી પરિસ્થિતિની વિગતવાર સમીક્ષા કરી - Divya Bhaskar
ફરજ પરના ખાસ અધિકારી ડો. વિનોદ રાવે સોમવારે રાત્રે ગોત્રી હોસ્પિટલ ખાતે નોડલ અધિકારીઓ સાથે મધ્ય રાત્રી સુધી પરિસ્થિતિની વિગતવાર સમીક્ષા કરી
 • ગોત્રી કોવિડ હોસ્પિટલમાં આજે 50 નવા ઓક્સિજન બેડ તૈયાર થઈ જવાની શક્યતા

વડોદરા શહેરમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે સોમવારની આખી રાત તંત્ર દ્વારા વિવિધ હોસ્પિટલોમાં પથારીઓની સુવિધા વધારી અને વેન્ટિલેટર બેસાડી લોકો માટે સારવાર સુવિધા વધારવાની કામગીરી કરવામાં આવી હતી. જેમાં ગોત્રી કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજન સાથેની સુવિધાવાળા 50 બેડ તૈયાર કરવામાં આવ્યા છે.

ઓએસડીએ મોડી રાત સુધી નોડલ અધિકારીઓ સાથે ચર્ચા કરી
ફરજ પરના ખાસ અધિકારી(OSD) ડો. વિનોદ રાવે સોમવારે રાત્રે ગોત્રી હોસ્પિટલ ખાતે નોડલ અધિકારીઓ અને સેક્શન અધિકારીઓ સાથે લગભગ મધ્ય રાત્રી સુધી પરિસ્થિતિની વિગતવાર સમીક્ષા કરી હતી. જેમાં મુખ્યત્વે સંપૂર્ણ સુવિધા યુક્ત બેડ વધારવાની ચર્ચા કરવામાં આવી હતી.

ગોત્રી હોસ્પિટલમાં આજે 50 નવા ઓક્સિજન બેડ તૈયાર થઈ જવાની શક્યતા
OSD ડો. વિનોદ રાવે જણાવ્યું હતું કે, ગોત્રી હોસ્પિટલના સાતમાં માળે ઓક્સિજન લાઈન સ્થાપિત કરવાનું કામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું હતું અને આજે 50 નવા ઓક્સિજન બેડ તૈયાર થઈ જવાની શક્યતા છે. સાતમાં માળે પ્લાસ્ટિક સર્જરી આઇસીયુમાં વધુ 20 ઓક્સિજન બેડ સ્થાપિત કરવા માટે અવકાશ છે. આ માળ પર આગામી 2થી 3 દિવસમાં 70 વધુ ઓક્સિજન બેડની સુવિધા તૈયાર થઈ જશે. જેના પગલે ગોત્રી હોસ્પિટલની કોવિડ બેડ ક્ષમતા 575થી વધીને 715 થશે.

ગોત્રી હોસ્પિટલમાં વેન્ટિલેટરની સંખ્યા 140 થી વધીને 155 થઈ
અગાઉના દિવસની રાત્રિએ અહીં 5 વેન્ટિલેટર સ્થાપિત કરવામાં આવ્યા હતા. મંગળવારની વહેલી સવારે અહીં વધુ 10 વેન્ટિલેટર લગાવવાનું કામ પૂરું કરવામાં આવ્યું છે,જેના પગલે ગોત્રી હોસ્પિટલમાં વેન્ટિલેટરની સંખ્યા 140 થી વધીને 155 થઈ છે.

પારુલ સેવાશ્રમ હોસ્પિટલમાં વિનામૂલ્યે સારવારના બેડમાં 10 વેન્ટિલેટર મૂકાયા
તે જ રીતે વહેલી સવારે પારુલ સેવાશ્રમ હોસ્પિટલમાં વિનામૂલ્યે સારવારની પથારીઓમાં 10 વેન્ટિલેટર સ્થાપિત કરવાનું કામ પૂરું કરવામાં આવ્યું હતું. આમ ખાસ ફરજ પરના અધિકારી અને તંત્રે રાત્રિ જાગરણ કરીને સારું પરિણામ મેળવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો