તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સી.આર.પાટીલ વડોદરાની મુલાકાતે:પંચાયત પેજ સમિતિ પ્રમુખોનો જુસ્સો વધારવા પાટીલ શહેરમાં

વડોદરા7 દિવસ પહેલા
 • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
 • પાલિકા ચૂંટણીમાં પેજ સમિતિના પ્રમુખોના ફ્લોપ શોથી અગમચેતી
 • એરપોર્ટથી પાંજરાપોળ મેદાન સુધી બાઈક રેલી યોજાશે

વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં પેજ સમિતિના પ્રમુખોનું ફ્લોપ પ્રદર્શન બાદ હવે પંચાયતની પેજ સમિતિના 72 હજાર પ્રમુખોનો પારો ચઢાવવા માટે મંગળવારે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ વડોદરાની મુલાકાતે આવનાર છે. સયાજીપુરા સ્થિત પાંજરાપોળ મેદાન ખાતે મંગળવારે બપોરે 4 થી 5 વાગ્યા દરમિયાન પાટીલ 5 પેજ સમિતિના પ્રમુખોને આઈકાર્ડ આપશે. ત્યાર બાદ જિલ્લા ભાજપ કાર્યાલયથી કુલ 72 હજાર પ્રમુખોને આઈકાર્ડ અપાશે.

એરપોર્ટ પર પાટીલ પહોંચ્યા બાદ પાંજરાપોળ મેદાન સુધી બાઈક રેલી યોજાશે. જેમાં જિલ્લા ભાજપના 500 કાર્યકર્તાઓ બાઈક રેલીમાં જોડાશે. પાટીલના 1 કલાકના કાર્યક્રમમાં 5 હજાર કાર્યકરોને બોલાવાયા છે. પાટીલના કાર્યક્રમમાં પંચાયતની ચૂંટણીમાં ઊભા રહેલા ઉમેદવારો પૈકી પ્રત્યેક ઉમેદવારને 100 કાર્યકરો લાવવા માટે ટાર્ગેટ અપાયો છે. 20 ફેબ્રુઆરીએ આઈકાર્ડ વિતરણનો કાર્યક્રમ પાંજરાપોળ મેદાનમાં રાખ્યો હતો.જે રદ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો