તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ઇફેક્ટ:લોકડાઉનમાં લગ્ન કરવા 19 શરતોનું પાલન!, વર-વધૂએ દો ગજની દૂરી બનાવી રાખવી પડશે

વડોદરા9 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વરરાજા જાન નહીં કાઢી શકે

શું તમે લોકડાઉનમાં લગ્ન કરવાનું વિચારી રહ્યા છો? તો તમારે ફરજિયાત 19 જેટલી શરતોને પાલન કરવું પડશે. જેમાં વર-વધૂએ લગ્નમંડપમાં સોશિયલ ડિસ્ટન્સ પાડવું પડશે. બીજી તરફ વરરાજા ધામધૂમથી જાન નહીં કાઢી શકે. લગ્ન પ્રસંગમાં વર-વધૂ,ગોર મહારાજ સહિત મહત્તમ ૨૦ વ્યક્તિઓથી વધારે લોકો હાજર રહી શકશે નહીં. જ્યારે લગ્ન સ્થળ પર ભોજન સમારંભ યોજવા પર પણ પ્રતિબંધ રહેશે.  કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરી દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા પ્રમાણે, લોકોને લગ્ન જેવા પ્રસંગો માટે જિલ્લા કક્ષાની પરવાનગી બાદ ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે.
સપ્તપદીના સાત ફેરા ફરવા માટે કઈ કઈ શરતોનું પાલન કરવું પડશે ?

 • 1 વર-વધૂ અને મહારાજ સાથે 20 થી વધુ લોકો ભેગા નહીં થઇ શકે.
 • 2 લગ્નની વિધિ સાંજના 6 વાગ્યા પહેલાં પૂરી કરવાની રહેશે.
 • 3 લગ્ન સ્થળ તેમજ આસપાસના તમામ ખુલ્લા વિસ્તારને સેનેટાઇઝ કરવાના રહેશે.
 • 4 પ્રસંગમાં હાજર લોકોએ ફરજીયાત માસ્ક પહેરવું.
 • 5 દરેકે સોશિયલ ડિસ્ટન્સ રાખવાનું રહેશે, જેની તકેદારી લગ્નની મંજૂરી લેનારની રહેશે.
 • 6 ભોજન સમારંભ ન રાખી શકાય.
 • 7 4 વાહનથી વધારે વાહનનો ઉપયોગ થઇ શકશે નહીં.
 • 8 આ પ્રસંગ માટે કોઈ મુક્તિ પાસ આપવાનો રહેશે નહીં.
 • 9 લગ્ન સ્થળે સેનેટાઈઝર, સાબુ, પાણી, સ્વચ્છતા રાખવાની રહેશે.
 • 10 મંજૂરી સિવાયના કોઈ મહેમાન હાજર રહેશે તો જાહેરનામાના ભંગની ફરિયાદ નોંધાશે.
 • 11 હોમ ક્વોરન્ટાઇન લોકો તથા કન્ટેનમેન્ટ એરિયામાં રહેતા લોકો હાજર રહી શકશે નહીં.
 • 12 જાનને જે રૂટ નક્કી કરી અપાયો હોય તે રૂટથી જ લગ્ન સ્થળે જઈ પરત આવવાનું રહેશે.
 • 13 વરઘોડો કાઢવા, ફટાકડા ફોડવા, બેન્ડવાજા કે ડીજે વગાડવા પર પ્રતિબંધ રહેશે.
 • 14 10 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો અને 60 વર્ષથી ઉપરના વડીલોએ અનિવાર્ય સંજોગો સિવાય હાજર રહી શકશે નહીં.
 • 15 ગાડીમાં ડ્રાઈવર સહિત 3થી વધુ વ્યક્તિ પ્રવાસ કરી શકશે નહીં.
 • 16 લગ્નમાં હાજર લોકોની નામ - સરનામની યાદી રજૂ કરવી.
 • 17 લગ્નનો વીડિયો જેની મંજૂરી લીધી હોય તે પ્રાંત અધિકારીની કચેરી ખાતે જમા કરવાનો રહેશે.
 • 18 સક્ષમ અધિકારી સ્થાનિક સ્થિતિ મુજબ શરતો ઉમેરી શકશે.
 • 19 જે તે વિસ્તારના અધિકારી મંજૂરી આપવાની રહેશે તેમજ તેની નકલ નજીકના પોલીસ સ્ટેશનમાં આપવાની રહેશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો