તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભેદ ઉકેલાયો:વડોદરામાં પત્નીના આડાસંબંધના વહેમમાં પતિએ ગળુ દબાવી હત્યા કર્યાનો પર્દાફાશ, પોલીસની પૂછપરછમાં પતિએ પોત પ્રકાશ્યું

વડોદરા3 મહિનો પહેલા
પોલીસ પૂછપરછમાં પત્નિના આડા સંબંધોના કારણે હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી
  • ખોડિયારનગર તળાવ પાસેથી મહિલાના મળેલા મૃતદેહનો કેસ પોલીસે સોલ્વ કર્યો

શહેરના ખોડિયારનગર તળાવ પાસેના બગીચા નજીકથી હત્યા કરેલી હાલતમાં મળેલી મહિલાની લાશના બનાવમાં હરણી પોલીસે મહિલાના પતિને જ ઝડપી લીધો હતો. પત્નીના ચારિત્ર્યની શંકામાં શુક્રવારે રાત્રે ખોડીયારનગર બગીચા પાસે ઉભેલી પત્નીની પાછળ પાછળ ગયા બાદ પતિ -પત્ની વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો ઝઘડામાં ઉશ્કેરાયેલા પતિએ ગળું દબાવ્યા બાદ ગાલના ભાગે સિમેન્ટનો બ્લોક મારી પત્નિને મોતને ઘાટ ઉતારી દીધી હોવાનો ખુલાસો થયો હતો.

ગત શનિવારે સવારે 11 વાગ્યાના અરસામાં ન્યૂ વીઆઇપી રોડ પર સંતોષીનગરમાં ભાડાના મકાનમાં પતિ સાથે રહેતી 45 વર્ષીય કોકિલાબેન વજેસિંહ ડાભીની ખોડિયારનગર તળાવ પાસેના બગીચા નજીકથી હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી હતી. બનાવ અંગે હરણી પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી.જેમાં પોલીસે મૃતક કોકિલાબેનના પતિ વજેસિંહ સ્વરૂપભાઈ ડાભી ( ઠાકોર) સહિત ચાર શકમંદની અટકાયત કરી હતી. ડીસીપી લખધીરસિંહ ઝાલાએ માહિતી આપતા જણાવ્યું હતું કે કોકિલના પતિ વજેસિંગની પોલીસે કરેલી પૂછપરછમાં પત્નિના ચારિત્ર્ય પર શંકા ના કારણે તેણે જ હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.

પોલીસની પૂછપરછમાં પતિ વજેસિંહ ડાભીએ જણાવ્યું હતું કે, 12 તારીખે પત્ની કોકિલાબહેન બપોરના 3 વાગે ઘરેથી નીકળી ગઈ હતી અને સાંજે પરત આવી હતી. ત્યારબાદ ફરીથી સાંજે 7-30 વાગે તે ઘરેથી જતી રહી હતી. જેથી વજેસિંગે તેને ઘેર પરત આવવા સમજાવી હતી પણ મહિલા ઘેર આવી ન હતી. ત્યારબાદ ઉશ્કેરાયેલા વજેસિંગે પત્નીની હત્યા કરવાનું નક્કી કર્યું હતું.

રાત્રે 11 વાગ્યાના અરસામાં તે પત્નીને શોધવા નિકળ્યો હતો ત્યારે પત્ની કોકીલા ખોડિયાર નગર તળાવ પાસેના ગાર્ડન પાસે જોવા મળતાં તે તેની પાસે ગયો હતો, જ્યાં બંને વચ્ચે માથાકુટ થઇ હતી. ઉશ્કેરાયેલા વજેસિંગે તેનું ગળું દબાવી સિમેન્ટનો બ્લોક માથા અને ગાલના ભાગે મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી. પોલીસે વજેસિંગની ધરપકડ કરી તપાસ શરૂ કરી હતી. પોલીસે વિવિધ લોકોનાં નિવેદનો પણ લીધાં હતાં.

શહેરના ખોડિયારનગર તળાવ પાસેથી મહિલાની મળી આવેલી હત્યા કરેલી લાશનો પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી નાખ્યો છે. પત્નિના આડા સબંધના વહેમમાં પતિએ ગળું દબાવ્યા બાદ માથામાં સિમેન્ટનો બ્લોક મારી પત્નિને મોતને ઘાટ ઉતારી દીધી હોવાનો પર્દાફાશ થતા પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથધરી છે.

ખોડિયાર નગર તળાવ પાસેના ગાર્ડન પાસે પતિ પત્નીને ઝઘડો થયો હતો.
ખોડિયાર નગર તળાવ પાસેના ગાર્ડન પાસે પતિ પત્નીને ઝઘડો થયો હતો.

પોલીસે પતિ સહિત પાંચને ઝડપેલા
આ બનાવની વિગત એવી છે કે તારીખ 13 મી માર્ચના રોજ ન્યુ.વીઆઇપી રોડ પર સંતોષીનગરમાં ભાડાના મકાનમાં પતિ સાથે રહેતી 45 વર્ષીય કોકિલાબેન વજેસિંહ ડાભીની ખોડિયારનગર તળાવ પાસેથી હત્યા કરેલી હાલતમાં લાશ તા. 13 માર્ચના રોજ સવારે મળી આવી હતી.આ બનાવ અંગે હરણી પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી.જેમાં પોલીસે મોતને ઘાટ ઉતારાયેલ કોકિલાબેનના પતિ વજેસિંહ સ્વરૂપભાઈ ડાભી ( ઠાકોર ) સહિત પાંચ શકમંદની અટકાયત કરી હતી.

પતિ વજેસિંહ ડાભી સામે હત્યાનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવામાં આવી છે
પતિ વજેસિંહ ડાભી સામે હત્યાનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવામાં આવી છે

પતિએ પૂછપરછમાં કબૂલાત કરી
કોકિલાબેનના પતિએ પોલીસની ઘનિષ્ઠ પૂછપરછમાં પત્નિના આડા સંબંધોના કારણે હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.પોલીસની વધુ પૂછપરછમાં હત્યારા પતિ વજેસિંહ ડાભીએ જણાવ્યું હતું કે, તારીખ 12 મી માર્ચના રોજ પત્નિ કોકિલાબહેન બપોરના સમયે ઘરેથી નીકળી ગઈ હતી.મોડી સાંજે પરત આવી ન હતી. તેની શોધખોળ કરતા ખોડિયાર નગર તળાવ પાસેના ગાર્ડન પાસેથી મળી આવી હતી.

પતિે ઝઘડા દરમિયાન પત્નીને સિમેન્ટનો બ્લોક માથામાં મારી મોત ને ઘાટ ઉતારી દીધી હતી
પતિે ઝઘડા દરમિયાન પત્નીને સિમેન્ટનો બ્લોક માથામાં મારી મોત ને ઘાટ ઉતારી દીધી હતી

માથામાં સિમેન્ટના બ્લોક મારેલા
પત્ની સાથે ઝઘડો થતા આવેશમાં આવી તેનું ગળું દબાવી દીધું હતું. તે બાદ નજીકમાં પડેલ સિમેન્ટનો બ્લોક માથામાં મારી મોત ને ઘાટ ઉતારી દીધી હતી.ડીસીપી લખધીરસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, પત્નિના આડા સબંધ ના વહેમમાં પત્નિની હત્યા કરનાર પતિ વજેસિંહ ડાભી સામે હત્યાનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવામાં આવી છે.

વજેસિંગની બોડી લગ્વેંજથી પોલીસની શંકા પાકી થઇ હતી
વજેસિંગની બોડી લેંગ્વેજ જોતાં પોલીસને શરુઆતથી જ તેના પર શંકા ગઇ હતી જેથી પોલીસે તેની ઝીણવટભરી પુછપરછ કરતાં ઘણી વિસંગતતા ભરેલી માહિતીપોલીસને જાણવા મલી હતી. તેણે પોલીસને હું બપોર પછી ઘરની બહાર ગયો જ ન હતો તેમ કહ્યું હતું પણ પોલીસે સીસી ટીવી ચેક કરતાં બે સીસી ટીવીમાં તે ઘરની બહાર દેખાયો હતો જેથી પોલીસની શંકા પાકી થઇ હતી..

સિમેન્ટનો બ્લોક માર્યો પણ તે નિશાન ચૂકી ગયો હતો
ઉશ્કેરાયેલા વજેસિંગે પત્નીની હત્યા કરવાના ઇરાદે જ નજીકમાં પડેલો સિમેન્ટનો બ્લોક પત્નીના માથામાં મારવાનો પ્રયાસ કર્યો હતો પણ નિશાન ચૂકી જતાં મહિલાના કાન અને ગાલના ભાગે બ્લોક વાગ્યો હતો. ગંભીર ઇજા થતાં કોકીલા ફસડાઇ પડી હતી, જેથી વજેસિંગને લાગ્યું કે તે મરી ગઇ છે જેથી તે ઘેર જઇને શાંતિથી સુઇ ગયો હતો. પોલીસે આ સિમેન્ટનો બ્લોક પણ કબજે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...