ભેદ ઉકેલાયો:વડોદરાના સાવલીમાં પરિણીત પ્રેમી દ્વારા મહિલાની ગળામાં ચપ્પુના ઘા મારી હત્યા, વિધવા પ્રેમિકા લગ્ન માટે દબાણ કરતાં પ્રેમીએ મોતને ઘાટ ઉતારી હતી

વડોદરા5 મહિનો પહેલા
વિધવા પ્રેમિકાના લગ્નના દબાણથી ત્રાસી ગયેલા પ્રેમીએ બોલાવી મોતને ઘાટ ઉતારી.
  • બે દિવસ પહેલાં મહિલાનો મૃતદેહ સાવલી પોલીસને મળ્યો હતો

વડોદરા જિલ્લાના સાવલીના લામડાપુરા ગામ પાસે આવેલ નિરમા કેનાલ પાસે 32 વર્ષીય મહિલાની હત્યા તેના પરિણીત પ્રેમી દ્વારા કરવામાં આવી હોવાનો પોલીસ તપાસમાં પર્દાફાશ થયો છે. વિધવા પ્રેમિકા લગ્ન માટે દબાણ કરતાં પ્રેમીએ ગળામાં ચપ્પુના ઘા મારી હત્યા કરી હોવાની વિગતો પોલીસ તપાસમાં બહાર આવી છે. પોલીસે હત્યારાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

મૃતક મહિલા સંતાનો સાથે રહેતી હતી
આ બનાવની વિગત એવી છે કે, સાવલીના લામડાપુરા ગામ નજીક આવેલ નિરમા કેનાલ પાસેથી બે દિવસ પહેલાં મોતને ઘાટ ઉતારી દેવામાં આવેલી મહિલાનો મૃતદેહ સાવલી પોલીસને મળી આવ્યો હતો. દરમિયાન પોલીસ તપાસમા મરનારનું નામ હંસાબેન અતુલભાઇ પરમાર રહે. ભરોડા તાલુકો ઉમરેઠ હોવાનું જાણવા મળ્યું હતું. ઉપરાંત હંસાબેન વિધવા હોવાનું અને તે તેના દીયર સાથે મંજુસર જીઆઇડીસીમાં સંતાનો સાથે રહેતી હોવાની વિગતો પોલીસને મળી હતી.

મૃતક મહિલા અને આરોપી વચ્ચે છેલ્લા 6 વર્ષથી પ્રેમ સંબંધ હતો.
મૃતક મહિલા અને આરોપી વચ્ચે છેલ્લા 6 વર્ષથી પ્રેમ સંબંધ હતો.

બે સંતાનના પિતાએ મહિલાની હત્યા કરી
સાવલી પોલીસે અજાણ્યા વ્યક્તિઓ સામે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી. આ તપાસમાં એલ.સી.બી. તેમજ એસ.ઓ.જી.ની ટીમો પણ જોડાઇ હતી. પોલીસે વિધવા હંસાબેન પરમારની હત્યાનો ભેદ ઉકેલવા માટે મરનારના પરિવારજનો તેમજ અન્ય લોકોની પૂછપરછ કરી હતી. જેમાં હંસાબેન પરમારની હત્યા હાલમાં મંજુસર ઇન્ડિયન બેક સામે રહેતા અને મૂળ ખેડા જિલ્લાના મહુડીયા પુરા ગામના વતની અને બે સંતાનના પિતા શૈલેષ કાભઇભાઇ વાઘેલાએ કરી હોવાનું બહાર આવતા પોલીસે તેની ધરપકડ કરી હતી.

હત્યારા શૈલેષની પત્ની હાલમાં ગર્ભવતી છે.
હત્યારા શૈલેષની પત્ની હાલમાં ગર્ભવતી છે.

લગ્ન કરવાના દબાણથી ત્રાસી જતા હત્યા કરી
હત્યારા શૈલેષ વાઘેલાની પોલીસ દ્વારા કરવામાં આવેલી પૂછપરછમાં એવી વિગત બહાર આવી હતી કે, પરિણીત શૈલેષ અને વિધવા હંસાબેન વચ્ચે છેલ્લા છ વર્ષથી પ્રેમ હતો. હંસાબેન અવારનવાર શૈલેષને લગ્ન કરી લેવા માટે દબાણ કરતી હતી. શૈલેષ હંસાના લગ્ન કરવાના દબાણથી ત્રાસી ગયો હતો. આથી તેણે તા.10 નવેમ્બરની સાજે પ્રેમિકા હંસાબેનને નિરમા કંપની પાસેની કેનાલ પાસે બોલાવી હતી. અને ત્યાં તેના ગળામાં ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતારી ફરાર થઇ ગયો હતો. પોલીસ તપાસમાં હત્યારા શૈલેષની પત્ની હાલમાં ગર્ભવતી છે. અત્રે સાવલી પોલીસે હત્યારા શૈલેષ કાભઇ વાઘેલા સામે હત્યાનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.