તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Vadodara
 • To Continue The Liquor Business In Vadodara, Rs. An Unarmed Head Constable Of Varsia Police Station Was Caught Taking A Bribe Of Rs 20,000

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લાંચીયો પોલીસકર્મી:વડોદરામાં દારૂનો ધંધો ચાલુ રાખવા બુટલેગર પાસેથી રૂ. 20 હજારની લાંચ લેતા અનાર્મ હેડ કોન્સ્ટેબલ ઝડપાયો

વડોદરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
વારસિયા પોલીસ મથકના અનાર્મ હેડ કોન્સ્ટેબલ જગદીશ ગુડલીયાની ફાઈલ તસવીર - Divya Bhaskar
વારસિયા પોલીસ મથકના અનાર્મ હેડ કોન્સ્ટેબલ જગદીશ ગુડલીયાની ફાઈલ તસવીર
 • બુટલેગરને લાંચની રકમ આપવી ન હોવાથી છોટાઉદેપુર ACBનો સંપર્ક કર્યો
 • છોટાઉદેપુર ACBએ છટકુ ગોઠવીને જમાદારને રંગેહાથ લાંચ લેતા ઝડપી પાડ્યો

વડોદરા શહેરના હરણી રોડ ઉપર સવાદ ક્વાટર્સમાં રહેતા બુટલેગર પાસેથી રૂપિયા 20 હજારની લાંચ લેતા વારસિયા પોલીસ સ્ટેશનના જમાદારને છોટાઉદેપુર લાંચ રૂશ્વત વિરોધી શાખાએ રંગેહાથ ઝડપી પાડતા શહેર પોલીસ તંત્રમાં ચકચાર મચી ગઇ છે.

અનાર્મ હેડ કોન્સ્ટેબલે દારૂનો ધંધો ચાલુ રાખવા રૂ. 20 હજારની માગ કરી
ACBમાંથી મળેલી માહિતી પ્રમાણે હરણી રોડ પર આવેલા ધવલ ચાર રસ્તા પાસે જે.પી. વાડીબાગની સામે સવાદ ક્વાટર્સમાં રાકેશ બાબુભાઈ રાજપૂત રહે છે. અગાઉ તેઓ દારૂનો ધંધો કરતો હતો. દારૂનો ધંધો ચાલુ રાખવા માટે વારસિયા પોલીસ મથકમાં અનાર્મ હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા જગદીશ કરસનભાઈ ગુડલીયાએ રૂપિયા 20 હજાર લાચની માગણી કરી હતી.

બુટલેગરના ઘરની સામે આવેલા ગ્રાઉન્ડમાં છટકુ ગોઠવ્યું
બુટલેગર રાકેશ રાજપૂત જમાદારને લાચ આપવા માગતો ન હતો. જેથી તેને છોટાઉદેપુર ACBમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે છોટાઉદેપુર ACBના પી.આઇ. ડી. જી. રબારીએ આપની મદદ લઇને મોડી સાંજે બુટલેગર રાકેશ રાજપૂતના ઘરની સામે આવેલ ગ્રાઉન્ડમાં છટકાનું આયોજન કર્યું હતું. ACB દ્વારા ગોઠવવામાં આવેલા છટકા મુજબ રાકેશ રાજપૂતે જમાદાર જગદીશ ગુડલીયાને પોતાના ઘર પાસે રૂપિયા 20 હજાર લેવા માટે બોલાવ્યો હતો.

ACBએ છટકુ ગોઠવીને જમાદારને રંગેહાથ લાંચ લેતા ઝડપી પાડ્યો
સુરન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના બલાળા ગામના વતની જમાદાર જગદીશ ગુડલીયા 20 હજાર રૂપિયા લેવા આવતાની સાથે છટકામાં ગોઠવાયેલી ACBની ટીમ એલર્ટ થઈ ગઈ હતી અને જમાદાર બુટલેગર રાકેશ રાજપુત પાસેથી 20 હજાર રૂપિયા લેતાની સાથે ACBની ટીમે દબોચી લીધો હતો.

છોટાઉદેપુર ACBએ જમાદાર સામે કાર્યવાહી શરૂ કરી
વારસિયા પોલીસ મથકના જમાદાર જગદીશ ગુડલીયા રૂપિયા 20 હજારની લાંચ લેતા ઝડપાઇ જતા શહેર પોલીસ તંત્રમાં ચકચાર મચી ગઇ હતી. ACBએ લાંચ લેતા ઝડપાયેલા જમાદાર સામે ગુનો નોંધી કોવિડની ગાઈડલાઈન મુજબ કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ તંત્રને કલંક લગાડતી ઘટના

 • 25 માર્ચે શહેર પીસીબી નો કોન્સ્ટેબલ શૈલેન્દ્રસિંહ પોલીસના હાથે જ પીધેલી હાલતમાં પકડાયો હતો
 • 26 માર્ચે જે.પી પોલીસના પીએસઆઇ પાંડોર અને એએસઆઇ પવન મકવાણાને દહેજના કેસમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરાયા હતા. પીઆઇ ગોંસાઇની ટ્રાફિકમાં બદલી કરાઇ હતી
 • 28 માર્ચે સાયબર ક્રાઇમમાં સમાંતર તપાસ ચલાવતા સાયબર સેલના કોન્સ્ટેબલ નિહીર જોષીને સસ્પેન્ડ કરાયો હતો
 • 28 માર્ચે પીધેલા પકડાયેલા કોન્સ્ટેબલના કારણે પીસીબીમાં ફરજ બજાવતાં 7 પોલીસ કર્મીને સાગમટે તેમના પોલીસ મથકમાં પરત મોકલાયા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

વધુ વાંચો