તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યુવાનોનો ગુજરાત પ્રવાસ:રાજ્યમાં પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા 4 યુવાનો કાર લઇને 3500 કિમીના પ્રવાસે નીકળ્યા, વર્લ્ડ હેરિટેજ સાઈટ ચાંપાનેર પહોંચ્યા

હાલોલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરત, અમદાવાદ અને મુંબઇના ચાર યુવાનો સમગ્ર ગુજરાતના પ્રવાસે નીકળ્યા છે - Divya Bhaskar
સુરત, અમદાવાદ અને મુંબઇના ચાર યુવાનો સમગ્ર ગુજરાતના પ્રવાસે નીકળ્યા છે
  • ગુજરાતમાં જ રહેતા લોકોને ગુજરાતના જ સંખ્યાબંધ પ્રવાસન સ્થળો વિશે માહિતી નથીઃ રાજીવ શાહ

ગુજરાતમાં ઘરેલુ પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા માટે પર્યટન ઉદ્યોગમાં કામ કરતા સુરત, અમદાવાદ અને મુંબઇના ચાર યુવાનો સમગ્ર ગુજરાતના 3500 કિમી પ્રવાસે નીકળ્યા છે. આ દરમિયાન ચારેય યુવાનો કાર લઇને વર્લ્ડ હેરિટેજ સાઈટ ચાંપાનેર ખાતે પહોંચ્યા હતા.

અજાણ્યા સ્થળોની માહિતી સોશિયલ મીડિયા પર મૂકે છે
આ યાત્રાને યુવાનોએ વોકલ ફોર લોકલ-માય ગુજરાત નામ આપ્યું હતું અને વિવિધ સોશિયલ મીડિયા પર આ નામના પેજ અને અકાઉન્ટ બનાવીને ગુજરાતના જાણ્યા-અજાણ્યા સ્થળોના ફોટોગ્રાફ્સ, લોકેશન સહિતની માહિતી મૂકીને પ્રચાર કરી રહી હતી. આ પ્રવાસમાં આ યુવાનો 14 દિવસમાં 3500 કિમીનો ગુજરાતભરમાં પ્રવાસ કરશે. સુરતના રાજીવ શાહ (ઉવ.57) અને સંજય પટેલ (ઉવ.46) અમદાવાદના થોમસ કોશી(ઉવ.49) અને મુંબઇના પવન દુબે (ઉવ.39) સુરતથી 23મી ઓગસ્ટે નીકળ્યા હતા અને 3 દિવસમાં 100 જેટલા સ્થળોની મુલાકાત લીધી હતી અને બુધવારના રોજ હાલોલ નજીક ચાંપાનેર સાઇટ ખાતે પહોંચ્યા હતા.

ગુજરાતના ટુરિઝમને પ્રમોટ કરવાની જરૂર છે
આ વિષે સુરતના રાજીવ શાહે જણાવ્યું કે, હાલમાં ગુજરાતના ટુરિઝમને પ્રમોટ કરવાની જરૂર છે. ખાસ કરીને ગુજરાતમાં જ રહેતા હોય તેવા લોકોને ગુજરાતના જ સંખ્યાબંધ પ્રવાસન સ્થળો વિશે માહિતી નથી. તેવા સ્થળોનો વિકાસ થાય તો પ્રવાસીઓ ત્યાંની મુલાકાત લેશે અને સ્થાનિક લોકોને રોજગારી તકો વધી શકે છે. હાલ ગુજરાત ટુરિઝમને પ્રમોટ કરવાની જરૂર છે. કારણ કે, ગુજરાતમાં વસતા લોકોને ગુજરાતના જ સંખ્યાબંધ પ્રવાસન સ્થળો વિશે માહિતી નથી.

યાત્રાને યુવાનોએ વોકલ ફોર લોકલ-માય ગુજરાત નામ આપ્યું
યાત્રાને યુવાનોએ વોકલ ફોર લોકલ-માય ગુજરાત નામ આપ્યું

અજાણ્યા આ સ્થળોની મુલાકાત લઇ તેનો પ્રચાર પ્રસાર કરે છે
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, અમે આ પ્રવાસનો સુરતથી આરંભ કર્યો ત્યારે વલસાડ, નવસારી, ડાંગ વિસ્તારોમાં ફર્યા તેમાં ડાંગ ખાતે પાંડવ ગુફા, ડોન હિલ, દાંડી ખાતે દાંડીકૂચ વખતે કરેલા કાર્યોને ઝાંખી આપવામાં આવી હતી. પર્યટકો આ દાંડીની મુલાકાત લે તો જ તેમને ખબર પડે કે, જ્યારે દાંડીકૂચ કરવામાં આવી તે સમયે શું બન્યું હતું. તેવી જ રીતે ગિરિમાલા ફોલસ, શબરી ઘાટ, વિગેરે ઘણા એવા પર્યટક સ્થળ છે. કે જેની લોકોને માહિતી જ નથી. આવા અજાણ્યા આ સ્થળોની મુલાકાત લઇ તેનો પ્રચાર પ્રસાર થાય તેવા આસય સાથે આ યાત્રા શરૂ કરી છે.

ચાંપાનેર સાઈટની મુલાકાત લઇને આગળ નીકળ્યા
આજે યુવાનોએ પાવાગઢ માતાજીના દર્શન સાથે ચાંપાનેર સાઈટની મુલાકાત લીધી હતી અને આગળ દેવગઢ બારીયા રતનમહાલ, દાહોદ, સંતરામપુર, મોડાસા, શામળાજી રવાના થયા હતા.
(અહેવાલઃ મક્સુદ મલિક, હાલોલ)

અન્ય સમાચારો પણ છે...