તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:શહેરના પ્રશ્નોને બદલે પરબની તકતી હટાવવા ચર્ચા કરી સમય વેડફ્યો

વડોદરા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પાલિકાની અંતિમ તબક્કાની સભા યોજાઈ, રસ્તા, ગંદા પાણીની મુશ્કેલી દેખાતી નથી

પાલિકાના વર્તમાન બોર્ડની મુદત પૂરી થવાની ઘડીઓ ગણાય છે ત્યારે અંતિમ તબક્કાની સભામાં શહેરના પડતર પ્રશ્નોની ગંભીરતાથી ચર્ચા કરવાને બદલે કોર્પોરેટર અમીરાવતની પાણીની પરબ પરની તકતીની હદનો વિવાદ ઊભો થયો હતો. ગાંધી નગરગૃહમાં શુક્રવારે મળેલી સભામાં આરએસપીના રાજેશ આયરેએ પાલિકામાં સમાવેલા ગામોમાં ક્વોટા કે સૂચનો કરાય કે નહીં તેવો સવાલ કર્યો હતો અને તેમાં પ્રણાલિકા અને નિયમ અંગે વિપક્ષી નેતાએ સવાલ ઉઠાવ્યા હતા.કોંગ્રેસનાં અમી રાવતે નવા ફેરફારથી નાગરિકો સહન કરે છે, તેમ કહેતાં અલ્પેશ લિંબાચિયાએ બીજા વિસ્તારની ચિંતા તમે કેમ કરો છો, ત્યાં સભાસદ છે, તેમ કહ્યું હતું તો સુનિતા શુકલે તમે અગોરાની ચિંતા કરતાં હતાં ને હવે શહેરની ચિંતા કરો છો, તેવું પહેલીવાર સાંભળ્યું છે, તેમ કહ્યું હતું. સતીશ પટેલ, અરવિંદ પ્રજાપતિ અને પન્નાબેને તેમના વોર્ડના બગીચામાં બનાવેલી પાણીની પરબ પર અમી રાવતની તકતી છે તે યુદ્ધના ધોરણે દૂર કરવા માગ કરી હતી.

જવાબ ન મળતાં અમી રાવત ફરી ફ્લોર પર બેઠાં, કોંગ્રેસની જૂથબંધી ખુલ્લી પડી
અમી રાવતે સ્માર્ટ સિટી, પાણી સહિતના મુદ્દે પૂછેલા સવાલના જવાબ 8 મહિનાથી મળ્યા નથી ત્યારે સાથી કોર્પોરેટરો પણ ચૂપ છે, તેવો ટોણો મારતાં કોંગ્રેસની જૂથબંધી ખુલ્લી પડી હતી. તેઓ ફ્લોર પર બેસી ગયાં હતાં. ફરીદ કટપીસવાલાએ ટીપીના એક પ્લોટ માટે માહિતી માગી હતી તેનો જવાબ નથી મળ્યો પણ તે પ્લોટ પાણીના ભાવે વેચાઈ ગયો છે, તેમ કહ્યું હતું.

ફોગિંગથી પણ મચ્છરો મર્યા નથી : કોંગ્રેસ, ફોગિંગથી ના મરે, પૂર્વ-પશ્ચિમ ફરે : મેયર
કોંગ્રેસનાં પુષ્પા વાઘેલાએ સાંજે મચ્છરો એટલા હોય છે કે મોઢું ખોલી શકાતું નથી ત્યારે સભામાં કોર્પોરેટરોના માથે મચ્છર ફરે છે, તેવી ટીકા કરી હતી. જેથી મેયરે સાંજે 4 વાગે ફોગિંગ કર્યું છે, તેમ જણાવ્યું હતું. પુષ્પાબેને તેની દવા અસરકારક નથી તેમ કહેતાં મેયરે ફોગિંગથી મચ્છર મરતા નથી, પૂર્વથી પશ્ચિમમાં જાય છે અને સ્થળ ફેર કરે છે, તેમ જણાવ્યું હતું. પુષ્પા વાઘેલાએ લાઈટ બિલ વધુ આવે છે ત્યારે બચતના નામે એલઇડી બદલવામાં આવી છે,

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો