તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Vadodara
 • Time Of Rakesh Tikait' Arrival In Vadodara Flag Of Social Distance Flew, Saying 'The Country's Companies Run The Government, This Government Will Not Last Long

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવે ગુજરાતમાં આંદોલન:વડોદરામાં રાકેશ ટિકૈતના આગમન સમયે સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા, કહ્યું: 'દેશની કંપનીઓ સરકાર ચલાવે છે, આ સરકાર લાબો સમય ચાલશે નહીં'

વડોદરા12 દિવસ પહેલા
ખેડૂત આગેવાન રાકેશ ટિકૈત ગુજરાતની બે દિવસની મુલાકાતે છે
 • ગુજરાતમાં ખેડૂતોની જમીન છીનવાઈ રહી છે એ રીતે સમગ્ર દેશમાં પણ છીનવાઈ રહી છે. હવે ગુજરાતમાં ખેડૂત આંદોલન શરૂ થશેઃ ટિકૈત

કૃષિ કાયદાના વિરોધમાં ગુજરાતમાં ખેડૂત આંદોલનનો ધમધમાટ શરૂ થાય તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે. ખેડૂત આગેવાન રાકેશ ટિકૈત ગુજરાતની બે દિવસની મુલાકાતે છે, ત્યારે આજે તેઓ વડોદરા શહેરના છાણી ખાતે ગુરુદ્વારામાં દર્શન માટે પહોંચ્યા હતા, ખેડૂત આગેવાન રાકેશ ટીકૈતે સરકાર ઉપર પ્રહાર કરતા જણાવ્યું કે, દેશની કંપનીઓ સરકાર ચલાવી રહી છે, પરંતુ, હવે આ સરકાર લાબો સમય ચાલશે નહીં. રાકેશ ટિકૈતના આગમનને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. બીજી તરફ કરજણમાં ખેડૂત આગેવાન રાકેશ ટીકૈતના સ્વાગતનો ફિયાસ્કો થયો હતો. કોંગ્રેસના કાર્યકરો ધાવટ ચીકડી રાહ જોઇને ઉભા રહ્યા હતા. જોકે, કાફલો બ્રિજ ઉપરથી નીકળી ગયો હતો.

અમુલ દૂધ જેવી કંપનીઓ હવે બરબાદ થશે
મધ્ય ગુજરાતના ખેડૂત નેતાઓને મળવા આવી પહોંચેલા ખેડૂત નેતા રાકેશ ટિકૈતે જણાવ્યું હતું કે, ગુજરાત ગાંધીજી અને સરદાર વલ્લભભાઇ પટેલનું છે. જ્યાં શાંતિપૂર્ણ આંદોલનનો થઈ ચૂક્યા છે. હવે ફરી સરકારને કૃષિ કાયદા પાછા લેવા શાંતિપૂર્ણ આંદોલન ચલાવાશે. સરકારે પ્રતિવર્ષ બે કરોડ રોજગાર આપવાનું પ્રલોભન આપ્યું હતું. જેમાં નિષ્ફળ નિવડ્યા છે, તેથી યુવાનોએ પણ હવે આગળ આવવું પડશે. ખેડૂતોની જમીન ખાનગી કંપનીઓને પધરાવી દીધી છે. અમુલ દૂધ જેવી કંપનીઓ હવે બરબાદ થશે.

વડોદરામાં રાકેશ ટિકૈતના આગમન સમયે સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા
વડોદરામાં રાકેશ ટિકૈતના આગમન સમયે સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા

હવે ગુજરાતમાં ખેડૂત આંદોલન શરૂ થશે
વધુમાં જણાવ્યું હતું કે, હવે ગુજરાતમાં પણ ખેડૂત આંદોલન થશે અને ગાંધીનગરમાં તેના પડઘા પડશે. બે દિવસના ગુજરાત પ્રવાસે આવેલા ખેડૂત અગ્રણી રાકેશ ટિકૈતે પત્રકારોને જણાવ્યું કે, ભાજપમાં અમારા કારણે ભય ફેલાઈ રહ્યો છે. અત્યારે ખેડૂત આંદોલન શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું છે, ધરણાં શાંતિથી ચાલી રહ્યાં છે. ગુજરાતમાં જે રીતે ખેડૂતોની જમીન છીનવાઈ રહી છે એ રીતે સમગ્ર દેશમાં પણ છીનવાઈ રહી છે. હવે ગુજરાતમાં ખેડૂત આંદોલન શરૂ થશે.

ગુજરાતમાં ખેડૂતોમાં જાગૃતિ અને તેમના પ્રશ્નોના નિરાકરણ માટે કાર્યક્રમો થશે
ગુજરાતમાં ખેડૂતોમાં જાગૃતિ અને તેમના પ્રશ્નોના નિરાકરણ માટે કાર્યક્રમો થશે

'ખેડૂત અધિકાર યાત્રા' કરવામાં આવશે
તેઓએ જણાવ્યું હતું કે, આ ઉપરાંત ગુજરાત કોંગ્રેસના કિસાન સેલ લાંબા સમયથી કિસાન આંદોલનના આગેવાનો સાથે સમર્થનમાં રહ્યાં છે. આવનારા સમયમાં ગુજરાત કોંગ્રેસ દ્વારા સમગ્ર ગુજરાતમાં ખેડૂતોના પ્રશ્નોને લઈને, ખેડૂતોની સમસ્યાઓને લઈને, ખેડૂતોના અધિકારોની વાત લઈને અને કાળા કાયદા પાછા ખેંચવાની માગને લઈને આંદોલનની શરૂઆત કરવામાં આવશે અને 'ખેડૂત અધિકાર યાત્રા' કરવામાં આવશે.

રાકેશ ટિકૈતના આગમનને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો
રાકેશ ટિકૈતના આગમનને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો

ગુજરાતમાં ખેડૂતોમાં જાગૃતિ અને તેમના પ્રશ્નોના નિરાકરણ માટે કાર્યક્રમો થશે
ટિકૈતે જણાવ્યું હતું કે, આખા ગુજરાતમાં ખેડૂતોમાં જાગૃતિ આવે અને તેઓના પ્રશ્નોનું નિરાકરણ આવે એ માટેના કાર્યક્રમોની ટૂંક સમયમાં શરૂઆત કરવામાં આવશે. ખેડૂત સંગઠનોએ પણ સરકારને ચીમકી આપી છે કે, જો રાકેશ ટિકૈત અને ખેડૂતોને અટકાવવામાં આવશે તો ઉગ્ર કાર્યક્રમો થઈને જ રહેશે.

વડોદરા શહેરના છાણી ખાતે ગુરુદ્વારામાં દર્શન માટે પહોંચ્યા હતા
વડોદરા શહેરના છાણી ખાતે ગુરુદ્વારામાં દર્શન માટે પહોંચ્યા હતા
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો