તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Vadodara
 • Tight Police Security Will Be Set Up In Vadodara From Tomorrow Morning, Checking Will Be Done At All Entry exit Points Of The City, Strict Action Will Be Taken Against Those Violating The Declaration.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

31Stની તૈયારી:વડોદરામાં આવતીકાલે સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાશે, શહેરના તમામ એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ પર ચેકિંગ થશે, જાહેરનામાનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરશે

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • દારૂનું સેવન કે નશો કરેલી હાલતમાં ઝડપાઇ જશે તો તેના વિરૂદ્ધ કડક કાર્યવાહી થશે

નવા વર્ષના વધામણા કરવા માટે 31 ડિસેમ્બરની ઉજવણીને કોરોનાની સાથે સાથે હવે પોલીસનું પણ ગ્રહણ લાગ્યું છે. વડોદરા શહેર પોલીસે વહેલી સવારથી જ શહેરમાં ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવાનો નિર્ણય કર્યો છે. આવતા જતા તમામ વાહનોને ચેકિંગ કરવામાં આવશે અને જે કોઈપણ જાહેરનામાનું ઉલ્લંઘન કે દારૂનું સેવન કે નશો કરેલી હાલતમાં ઝડપાઇ જશે તો તેના વિરૂદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

દરેક પોઇન્ટ પર વડોદરામાં આવતા અને જતા તમામ વાહનોને ચેક કરવામાં આવશે
આવતીકાલે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણી થનાર છે, તેના સંદર્ભે આજે વડોદરાના જોઇન્ટ પોલીસ કમિશનર ચિરાગ કોરડીયા તેમજ ડીસીપી કરણરાજ વાઘેલાએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં ડીસીપી કરણરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે, આવતીકાલે 31 ડિસેમ્બરે સવારથી જ તમામ પોઇન્ટ પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવશે સાંજે 6 વાગ્યાથી શહેરના તમામ એન્ટ્રી અને એક્ઝિટ તમામ પોઇન્ટ પર ચેકપોસ્ટો ઉભી કરવામાં આવશે. નાકા ઉભા કરવામાં આવશે અને આ નાકા પોઇન્ટ ઉપર અને ચેકપોસ્ટ ઉપર સિનિયર અધિકારી પીઆઇ, પીએસઆઇ દરજજાના અધિકારી ઓને રાખવામાં આવશે અને દરેક પોઇન્ટ પર વડોદરામાં આવતા અને જતા તમામ વાહનોને ચેક કરવામાં આવશે.

રાત્રે 9 વાગ્યા પછી સરકારના જાહેરનામાના ભંગ બદલ નો 188નો ગુનો પણ દાખલ કરવામાં આવશે રાત્રિના 9 વાગ્યા પછી જ્યારે રાત્રિ કર્ફ્યૂ લાગુ પડે છે, એ સમય પછી જે પણ વાહન ખોટી રીતે શહેર વિસ્તારમાં ફરતું જોવા મળશે તેના વિરોધમાં કડકમાં કડક કાર્યવાહી કરીને જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવશે. આવતીકાલે 31 ડિસેમ્બરના દિવસે પણ આ ડ્રાઈવ સઘન બનાવવામાં આવશે. સવારથી તમામ વિસ્તારોમાં ચેકિંગ કરીને પ્રોહિબિશનના કેસો કરવામાં આવશે. રાત્રે 9 વાગ્યા પછી કોઈ પણ વ્યક્તિ વાહન ચલાવતા કે, પીધેલી હાલતમાં મળી આવશે તો તે વ્યક્તિના વિરોધમાં ડબલ ગુનો દાખલ કરવામાં આવશે. તેના વિરોધમાં પ્રોહિબિશનનો ગુનો અને તેની સાથે સાથે રાત્રે 9 વાગ્યા પછી સરકારના જાહેરનામાના ભંગ બદલ નો 188નો ગુનો પણ દાખલ કરવામાં આવશે.

સીસીટીવી કેમેરાથી ફરતા તમામ લોકો પર પણ બાજનજર રાખવામાં આવશે
વડોદરા શહેર સમગ્ર સીસીટીવી કેમેરાથી સજ્જ બન્યું છે. તેથી સીસીટીવી કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમમાં આવતીકાલથી 24 કલાક માટે એક અધિકારી નિમવામાં આવશે પીઆઇ પીએસઆઇ દરજ્જાનો અને સીસીટીવી કેમેરાની નજર થી તમામે તમામ પોઈન્ટો ઉપર પોલીસ બંદોબસ્ત પર પણ તપાસ રાખશે. સાથે સાથે કોઈ પણ એવો બનાવ કે કોઈ હલચલ જોવા મળશે શંકાસ્પદ જણાઈ આવશે તો સીસીટીવી કેમેરાથી ફરતા તમામ લોકો પર પણ બાજનજર રાખવામાં આવશે.

પ્રોહિબિશન પ્રકારના પદાર્થ મળી આવશે તો ગુનો દાખલ કરવામાં આવશે
આ ઉપરાંત અધિક પોલીસ કમિશનર ના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની અને પીસીબીની જુદી-જુદી ટીમો શહેરમાં બનાવવામાં આવી છે શહેરની આસપાસના જે પણ શહેરી વિસ્તારો છે. ફાર્મહાઉસ છે જે તમામ સ્થળો છે.ત્યાં કોઈપણ પ્રકારનું નવા વર્ષને અનુલક્ષીને પાર્ટીનું આયોજન થયું છે અથવા તો કરવામાં આવનાર છે તો તેની પર પણ સઘન ચેકિંગ કરવામાં આવશે અને પ્રોહિબિશન અને અન્ય કોઈપણ પ્રકારના પદાર્થ મળી આવશે તો કડકમાં કડક કાર્યવાહી કરી ગુનો દાખલ કરવામાં આવશે આવતીકાલે વડોદરા શહેર પોલીસનો સમગ્ર સ્ટાફ 31 ડિસેમ્બરના બંદોબસ્તમાં લાગશે.

સીપી, એડિશનલ સીપી સહિત તમામ અધિકારીઓ આવતીકાલે સાંજે 6 વાગ્યાથી બંદોબસ્તમાં જોડાશે
સિનિયર તમામ અધિકારીઓ સીપી, એડિશનલ સીપી સહિત તમામ અધિકારીઓ આવતીકાલે સાંજે 6 વાગ્યાથી બંદોબસ્તમાં જોડાશે. ડીસીપી કરણરાજસિંહ વાઘેલાએ મીડિયાના માધ્યમથી નગરજનોનો આભાર માન્યો હતો કે, રાત્રિ કર્ફ્યૂનું સતત પાલન કરી પોલીસને સહકાર આપી રહ્યા છે અને આવતીકાલે પણ મિડિયાના માધ્યમથી નગરજનોને અપીલ કરી હતી કે, કોરોના હજુ ચાલુ જ છે એક નવો વાઇરસ પણ જોવા મળ્યો છે તો પોતાની કાળજી રાખીએ વેક્સિન આવી નથી.ત્યાં સુધી માસ્ક પહેરીએ સોશ્યલ ડિસ્ટન્ટ રાખીએ અને રાત્રે નવ બાદ કોઈ કરફ્યુ નો ભંગ ના કરે તે માટે સમગ્ર નગરજનો ને નમ્ર અપીલ પણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો