• Home
  • Local
  • Gujarat
  • Vadodara
  • Ticket booking for 30 trains passing through Vadodara started, people from other states trapped in the city gathered for questioning

લોકડાઉન 4.0 / વડોદરાથી પસાર થતી 30 ટ્રેન માટે ટિકિટ બુકિંગ શરૂ કરાયું, શહેરમાં ફસાયેલા અન્ય રાજ્યના લોકો પૂછપરછ માટે ઊમટ્યા

Ticket booking for 30 trains passing through Vadodara started, people from other states trapped in the city gathered for questioning
X
Ticket booking for 30 trains passing through Vadodara started, people from other states trapped in the city gathered for questioning

  • પ્લેટફોર્મ નંબર 6 ખાતે બુકિંગ વિન્ડો શરૂ કરાઈ

દિવ્ય ભાસ્કર

May 23, 2020, 05:00 AM IST

વડોદરા. રેલવે દ્વારા આગામી ૧ જૂનથી શરૂ થનારી 200 પૈકી વડોદરા રેલવે સ્ટેશનથી 15 જોડી ટ્રેન પસાર થશે. મુસાફરોને આ 30 ટ્રેનનો લાભ મળશે. રેલવે મંત્રાલય દ્વારા અગાઉ માત્ર ઓનલાઇન બુકિંગ દ્વારા જ ટ્રેનમાં સફર કરવાની જાહેરાત કરાઈ હતી, પરંતુ શનિવારથી રેલવે સ્ટેશને બુકિંગ માટેની સુવિધા પણ શરૂ કરાઈ છે.
વડોદરા રેલવે સ્ટેશન ખાતે પ્લેટફોર્મ નંબર છ ઉપર આવેલ ટિકિટ વિન્ડોની 2 બારી ખોલવામાં આવી હતી. શનિવારે સવારથી જ વડોદરા શહેરમાં અટવાયેલા લોકો પરત જવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આરપીએફ અને રેલવેના કર્મચારીઓ દ્વારા લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વડોદરા રેલવેના પીઆરઓ ખેમરાજ મીણાએ જણાવ્યું હતું કે,આ વિન્ડાે પરથી માત્ર વડોદરામાંથી પસાર થતી ટ્રેનનું બુકિંગ થશે. વડોદરા ડિવિઝનનાં તમામ મોટાં સ્ટેશનો ખાતે એક એક ટિકિટ બારી શરૂ કરવામાં આવી છે. વેસ્ટર્ન રેલવેમાં કુલ 41 ટિકિટ વિન્ડો કાર્યરત કરાઇ છે.
રિફંડ માટે હવે તારીખ જાહેર કરાશે
વડોદરા રેલવે સ્ટેશન ખાતે ટિકિટો શરૂ થતાં જ રેલવે દ્વારા ૩૦ જૂન સુધી રદ કરાયેલી શેડ્યૂલ વનમાં બુકિંગ કરાવનારા લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા ટ્રેનની ટિકિટનો રિપોર્ટ મેળવવા માટે તેમને રેલવે દ્વારા સમજાવી પરત મોકલાયા હતા. આ અંગે પી.આર.ઓ એ જણાવ્યું હતું કે જે લોકોની મુસાફરીની જે તારીખ હશે તે તારીખથી છ મહિના સુધી રેલવે રિફંડ ચૂકવશે. રિફંડ માટેની તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી. જેથી લોકોએ રેલવે સ્ટેશન આવવું નહીં, માત્ર બુકિંગ માટે જ આવવું.
આજથી જિલ્લા બહાર પણ એસટીની બસ સેવા શરૂ કરાશે
રાજ્ય સરકાર દ્વારા  બે દિવસ અગાઉ બસ સેવા માટે માત્ર તાલુકા પૂરતી જ છૂટ આપવામાં આવી હતી આ છૂટછાટ- માં વધારો કરી શનિવારથી આંતર જિલ્લામાં પણ બસ સેવા શરૂ કરાશે. વડોદરા એસટી ડિવિઝન દ્વારા છોટાઉદેપુર ગોધરા, ખેડા, પંચમહાલ જેવા જિલ્લા માટે વધુ ૨૫ ટ્રિપ શરૂ કરાઇ છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પાંચ તાલુકા માટે 37 શરૂ કરવામાં આવી હતી. જોકે કોરોના વાઇરસના ડરને પગલે એસટીમાં મુસાફરોની સંખ્યા ઓછી જોવા મળે છે. બીજી બાજુ એસ.ટી.ના એન્ટ્રન્સ ગેટ પર રિક્ષા ચાલકો અને પૂછપરછ કરવા આવતા મુસાફરો સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરતા ન હોવાનું નજરે પડતું હતું.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી