વર્તારો:દિવસભર ઝાપટાંથી ઠંડક પ્રસરી, 2 દિવસ ભારે વરસાદની આગાહી

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આગામી દિવસોમાં ધોધમાર વરસાદનાં પરિબળ સર્જાશે
  • મહત્તમ 33.4 ડિગ્રી, લઘુતમ પારો 25.3 ડિગ્રી નોંધાયો

શહેરમાં 11 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી છે. બીજી તરફ શનિવારે સવારથી સાંજ સુધી ઝાપટાં પડતાં ઠંડક પ્રસરી હતી. જોકે આગાહી મુજબ ધોધમાર વરસાદ વરસ્યો ન હતો. ઝાપટામાં અલગ અલગ વિસ્તારોમાં રોડ ભીના થયા હતા તો ક્યાંક રોડની બંને તરફ પાણી ભરાયેલા જોવા મળ્યાં હતાં.

હવામાન વિભાગના મતે ચોમાસું સમગ્ર ગુજરાતને આવરી લેતા ચોમાસાની સિસ્ટમના આધારે વરસાદ વરસી રહ્યો છે. વડોદરામાં આગામી દિવસોમાં ધોધમાર વરસાદ વરસે તેવાં પરીબળો સર્જાશે. શનિવારે મહત્તમ તાપમાન 33.4 ડિગ્રી અને લઘુતમ તાપમાન 25.3 ડિગ્રી નોંધાયું હતું. ભેજનું પ્રમાણ સવારે 81 ટકા અને સાંજે 88 ટકા નોંધાયું હતું. પશ્ચિમની દિશાથી 13 કિમીની ઝડપે પવનો ફૂંકાયા હતા.

અન્ય સમાચારો પણ છે...