તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ઠગ યોગેશ શર્માએ 50થી વધુ લોકોની ફેક પ્રોફાઇલ બનાવીને પૈસા ઉઘરાવ્યા

વડોદરા11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પોલીસ કમિશનનું ફેક આઇડી બનાવનારા દિલ્હીના યોગેશને વડોદરા લવાયો

શહેર પોલીસ કમિશનર ડો. શમશેર સિંગના ફોટાનો ઉપયોગ કરી સોશિયલ મીડિયામાં ફેક પ્રોફાઇલ બનાવનારા દિલ્હીના ભેજાબાજ યોગેશ શર્માને સાઇબર ક્રાઇમ બ્રાન્ચની ટીમે દિલ્હી જઇ ઝડપી લીધો હતો. પ્રાથમિક પુછતાછમાં યોગેશે 2017થી અત્યાર સુધી દિલ્હી અને જમ્મુ કાશ્મીર સહિતના ઉત્તર ભારતના રાજયોના નેતાઓ, પોલીસ અધિકારીઓ તથા સામાન્ય લોકો મળીને 50થી વધુ લોકોના ફેક પ્રોફાઇલ બનાવી પૈસાની માંગણી કરી હોવાનો ઘટસ્ફોટ થયો હતો.

ગત શનિવારે શહેર પોલીસ કમિશનર ડો.શમશેર સિંગના ફોટાનો ઉપયોગ કરી કોઇએ બે વાર સોશિયલ મિડીયામાં ફેક પ્રોફાઇલ બનાવી પૈસાની માંગણી કરી હતી. ડીસીપી ક્રાઇમ જયદિપસિંહ જાડેજા અને એસીપી હાર્દીક માંકડીયાના માર્ગદર્શન મુજબ સાયબર ક્રાઇમ બ્રાન્ચે ટેક્નિકલ સર્વેલન્સથી તપાસ કરી દિલ્હીના મ્યુઝિશિયન યોગેશ રામકુમાર શર્માને દિલ્હીના વસંત કુંજના મકાનમાંથી ઝડપી લીધો હતો.

તેણે સીપીના નામની ફેક પ્રોફાઇલ બનાવી હોવાનો એકરાર કર્યો હતો. પુછપરછમાં તે 2017થી આ પ્રકારે જમ્મુ કાશ્મીર તથા દિલ્હી સહિતના રાજયોના નેતાઓ, પોલીસ અધિકારીઓ તથા મિત્રોના ફોટા ડાઉનલોડ કરી ફેક પ્રોફાઇલ બનાવી ફ્રેન્ડશીપ લીસ્ટના આધારે રિક્વેસ્ટ મોકલતો હતો, મેસેન્જરમાં પૈસાની માંગ કરતો હતો. પોતાના કે ઓળખીતા લોકોના ખાતામાં પૈસા જમા કરાવડાવતો હતો. તેની સામે ફરીદાબાદમાં 2 ગુના નોંધાયા છે.

યોગેશે બીસીઅેનો અભ્યાસ કર્યો છે
પોલીસે જણાવ્યું હતું કે ભેજાબાજ યોગેશ શર્માએ સિક્કીમ મનીપાલ યુનિ.માંથી બીસીએનો અભ્યાસ કર્યો છે અને તે મુળ મુંબઇનો છે તથા તેના પિતા રિક્ષા ચલાવે છે. તેણે કોમ્પ્યુટરના ચારથી વધુ કોર્સ કર્યા છે તથા ત્રણ ખાનગી કંપનીમાં નોકરી પણ કરી છે. 2017થી તેણે આ પ્રકારે ઠગાઇં શરુ કરી હતી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો