100થી વધુ ગાડી ભાડે આપવાના બહાને બીજાના નામે વગે કરતા મનિષ હરસોડા સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. તરસાલી રોડના રહીશની કાર મનિષ હરસોડાએ બીજાના નામ ચડાવી દીધી હતી. મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ હતી. તરસાલી રોડ વલ્લભ નગરમાં રહેતા કૃણાલ અમીન પોરમાં ખાનગી કંપનીમાં નોકરી કરે છે.
માર્ચ-2022માં તેઓએ આઈ-20 લેતાં તેમની કંપનીમાં કામ કરતા સમીર પીંગળેએ જણાવ્યું કે, સોમા તળાવ ખાતે રહેતો મનિષ હરસોડા કંપનીમાં કાર ભાડે આપે છે. જેથી મનિષને મળતાં મહિને 45 હજાર ભાડું નક્કી કર્યું હતું. મનિષે 3 મહિના ભાડું આપ્યા બાદ ભાડું ન આવતાં મનિષને ફોન કરતાં તેણે જણાવ્યું કે, હું લંડન જઉં છું, આવીને ભેગું ભાડું આપી દઈશ. કૃણાલભાઈએ એમ.પરિવનહમાં ચેક કરતાં કાર ચંપા કમ્પરાલીના નામે બોલતી હતી. આરટીઓ દ્વારા ચેક કરતાં જાણવા મળ્યું કે, મહેસાણાની ચંપા કમ્પરાલીના નામે કાર ટ્રાન્સફર થઈ ગઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.