ફરિયાદ:ઠગ અપૂર્વ-ભૈરવી પટેલે ખેડૂતને જમીનના 3.84 કરોડ ના ચૂકવ્યા

વડોદરા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખરીદેલી જમીનના આપેલા પોસ્ટ ડેટેડ ચેક બાઉન્સ થયા
  • માંજલપુર પોલીસ મથકમાં ખેડૂતની ઠગાઈની ફરિયાદ

મહાગઠ અપૂર્વ પટેલ સામે અત્યાર સુધીની સૌથી મોટી છેતરપીંડીની ફરિયાદ માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. વડસર ગામમાં રહેતા એક ખેડુતે 10.03 કરોડમાં જમીન અપૂર્વ પટેલને વેંચી હતી પણ માત્ર 6.19 કરોડ જ ચુકવ્યા હતા અને બાકીની રકમ નહી ચૂકવી વિદેશ ભાગી જતા જમીન માલિકે અપૂર્વ પટેલ અને તેની પત્ની ભૈરવી પટેલ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

વડસર ગામનાં વાસદિયા ફળિયામાં રહેતા રહેતા ભુપેન્દ્ર પટેલની બિલ્લા બોંગ સ્કૂલની પાછળ મોકાની મનાતી 6475 ચોરસ મીટરની 10 કરોડ ઉપરાંતની કિંમત ધરાવતી વિશાળ જમીન આવેલી છે. આ જમીન તેઓને વેચવાની હોવાથી તેઓ અપૂર્વ પટેલના સપંર્કમાં આવ્યા હતા. વાટાઘાટો થતા જમીનની કિંમત 10,03,80,900 નક્કી કરવામાં આવી હતી.

2017માં આ જમીન વેચાણનો દસ્તાવેજ પણ કરી દેવામાં આવ્યો હતો. વેચાણ દસ્તાવેજની અવેજની પેટે અપૂર્વ પટેલે સેન્ટ્રલ બેંકના પોસ્ટ ડેટેડ 24 ચેક આપ્યા હતા. આ પૈકી 6,19,20,600 રુપિયાના ચેક ક્લિઅર થઈ ગયા હતા. બાકીની રકમ ચુકવ્યા પહેલા જ સિદ્ધ વિનાયક ડેવ્લોપર્સના નેજા હેઠળ મેપલ વિલા નામની સ્કીમ શરુ કરી 45 જેટલા વૈભવી બંગલા બનાવી વેચી દિધા હતા. બાકીના 9 ચેકની તારીખ મુદત જતા રહેતા ભુપેન્દ્રભાઈએ અપૂર્વ પેટલને પૂછ્યું હતુ, જેથી અપૂર્વએ તેઓને જણાવ્યું હતું કે હાલમાં હું આર્થિક તંગીમાં હોવાથી મારા એકાઉન્ટમાં બેલેન્સ નથી, ચેક નાખતા નહીં જેથી ભુપેન્દ્રભાઈએ ચેક જમા કરાવ્યા નહોતા. બાદમાં અપૂર્વે નવા 4 ચેક આપ્યા હતા. જે બાઉન્સ થયા હતા.

અન્ય સમાચારો પણ છે...