વડોદરા શહેરના સમા વિસ્તારમાં એક સોસાયટીના પાર્કિંગમાંથી બે ટુ-વ્હીલર, રસ્તા પર પાર્ક કરેલ એક્ટિવા અને છાણી વિસ્તારમાં પાર્ક કરેલો આઇસર ટેમ્પો ચોરાયાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
સમા વિસ્તારમાં જ ત્રણ ટુ-વ્હીલર ચોરાયા
વડોદરાના સમા-સાવલી રોડ પર આવેલી શિવાલિકી સોસાયટીના પાર્કિંગમાં દિપકભાઇ પટેલ અને કલ્પેશભાઇ પટેલે પોતાના બાઇક પાર્ક કર્યાં હતા. જેની કોઇ અજાણ્યો શખ્સ ચોરી કરીને ફરાર થઇ ગયો હતો. સાથે જ મૂળ અમદાવાદના અને વડોદરાના નિઝામપુરાની પરમેશ્વર પાર્ક સોસાયટીમાં રહેતા તુષાર સોનીએ એક્ટિવા સમા તળાવ સર્કલથી હરણી તરફ જતાં ડાબી બાજુના ફૂટપાથ પર પાર્ક કરી હતી જ્યાંથી ચોરાઇ ગઇ હતી. આમ સમા વિસ્તારમાં જ ત્રણ ટુ-વ્હીલર ચોરાયાની ફરિયાદ નોંધાઇ છે.
છાણીમાં આઇસર ટેમ્પો ચોરાયો
જ્યારે વડોદરા શહેરના છાણી વિસ્તારમાં દલપતસિંહ અમરસિંહ પઢિયાર (રહે. છાણીગામ)એ છાણીગામના બસ સ્ટેન્ડ પાસે આઇસર ટેમ્પો પાર્ક કર્યો હતો જેને કોઇ અજાણ્યો શખ્સ ચોરી ગયાની ફરિયાદ છાણી પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.