વાહન ચાલકો અટવાયા:પાણીની લાઇનમાં ભંગાણ પડતાં ત્રણ રસ્તે રેલમછેલ

વડોદરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાએ સમારકામ હાથ ધરી લીકેજ બંધ કર્યું
  • જેલ રોડ પાસે વાહન ચાલકો અટવાયા

શહેરના ટ્રાફિકથી ધમધમતા જેલ રોડ વિસ્તારમાં બીએસએનએલની ઓફિસ સામે ત્રણ રસ્તા પર પાણીની લાઈનમાં મોડી સાંજે ભંગાણ પડ્યું હતું. જેના કારણે રોડ પર પાણીની રેલમછેલ જોવા મળી હતી. આખરે પાલિકાની ટીમે સ્થળ પર પહોંચી તાત્કાલિક ધોરણે સમારકામ હાથ ધર્યું હતું.

શનિવારે સાંજે શહેરના જેલ રોડ પર બીએસએનએલની ઓફિસ સામે ત્રણ રસ્તા પર પાણીની લાઈનમાં ભંગાણ પડ્યું હતું. પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ પડવાના કારણે મુખ્ય રોડ પર પાણીની રેલમછેલ જોવા મળી હતી. પાણી રોડ પર ભરાતાં ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને ભારે પરેશાની ભોગવી પડી હતી.

અન્ય સમાચારો પણ છે...